પાટીદળ નજીક ટ્રેકટરની ટ્રોલી સાથે બાઇક અથડાતાં બાઇકચાલકનું મોત
ગોંડલ તાલુકાના પાટીદડ નજીક સાંજનાં સુમારે ટ્રેકટર ની ટ્રોલી સાથે બાઇક અથડાતા ગંભીર ઇજાને કારણે બાઇક ચાલક નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ.જ્યારે બાઇક પાછળ બેઠેલા વ્યક્તિ ને ઇજા પંહોચતા ગોંડલ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ ગુંદાળા પાટીદડ વચ્ચે સાંજે પાંચ નાં સુમારે પાટીદડ રહેતા વિનુભાઈ ખાચર પોતાનું ટ્રેકટર લઇ વાડીએ જઇ રહ્યા હતા.રોડ પરથી વાડી તરફ જવા વળાંક વાળી રહ્યા હતા ત્યારે સામેથી ડબલ સવારીમાં આવી રહેલુ બાઇક ટ્રેકટર ની ટ્રોલી સાથે ધડાકાભેર અથડાતા બાઇક ચાલક ઉમવાડા રહેતા શંભુભાઇ નાથાભાઈ સોલંકી ઉ.45 નુ ગંભીર ઇજાઓ સાથે ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુ.જ્યારે બાઇક પાછળ બેઠેલા ગોંડલ નાં ઉમવાડા રોડ પર રહેતા ભરતભાઇ પોપટભાઇ કાલેજા ઉ.35 ને ઇજા પંહોચતા ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
અકસ્માત માં મૃત્યુ પામેલા શંભુભાઇ ને સંતાન માં બે દિકરા હોવાનું જાણવા મળ્યુ હતુ.બનાવ નાં પગલે તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી.