For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીની રવિરાજ ચોકડી નજીક ટ્રકની ઠોકરે બાઇક ચાલકનું મોત

01:26 PM Aug 14, 2025 IST | Bhumika
મોરબીની રવિરાજ ચોકડી નજીક ટ્રકની ઠોકરે બાઇક ચાલકનું મોત

રવિરાજ ચોકડી નજીકથી યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ટ્રકના ચાલકે પાછળથી બાઈકને ઠોકર મારી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં બાઈક ચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે. મોરબીના લાયન્સનગર શેરી નં 03 ના રહેવાસી વિજય ચંદુભાઈ ચૌધરી નામના યુવાને ટ્રક ટ્રેઇલર જીજે 36 એક્સ 3131 ના ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે ફરિયાદીનો ભાઈ ખોડીદાસભાઈ ચંદુભાઈ ચૌધરી બાઈક જીજે 36 એએમ 7422 લઈને રવિરાજ ચોકડી પસે આવેલ એ જ મિનરલ્સ કારખાના પાસેથી જતો હતો ત્યારે ટ્રક ચાલકે પાછળથી બાઈકને હડફેટે લીધું હતું અકસ્માતમાં ખોડીદાસભાઈને માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement