મોરબી નજીક ટ્રક અડફેટે બાઈક સવારનું મોત
મોરબી નજીક નેશનલ હાઈવે પર માળિયા ફાટક પાસે ટ્રક અને બાઈક અથડાયા હતા ટ્રકની ઠોકરે બાઈક ચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે યુપીના વતની રજતભાઈ શ્યામસિંહ યાદવે ટ્રક આરજે 19 જીડી 7648 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 15-07 ના રોજ ફરિયાદીના ભાઈ ઈશુભાઈ શ્યામસિંહ પોતાનું બાઈક જીજે 36 એજી 3230 લઈને મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર જતો હતો અને માળિયા ફાટક પુલ ઉતરતા શિવ કોમ્પ્લેક્ષ સામે ટ્રક ચાલકે પુરઝડપે ટ્રક ચલાવી બાઈકને હડફેટે લીધું હતું બાઈક ચાલક ઈશુભાઈને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બંદૂક સાથે ઝડપાયો
માળિયાના ગુલાબડી જતા રોડ પરથી પોલીસે દેશી જામગરી બંદુક સાથે એક ઈસમને ઝડપી લઈને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે માળિયા (મી.) પીઆઈ કે કે દરબારના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ગુલાબડી જવાના રોડ પર એક ઇસમ શંકાસ્પદ આંટા ફેરા કરે છે જેથી ટીમે સ્થળ પર રેડ કરી આરોપી સદામ કાસમ ભટ્ટી (ઉ.વ.32) રહે જુના હંજીયાસર તા માળિયા (મી.) વાળાને ઝડપી લઈને આરોપી પાસેથી દેશી બંદુક કીમત રૂૂ 2000 જપ્ત કરી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બેભાન હાલતમાં મોત
ખરેડા ગામે રહેતા 42 વર્ષીય આધેડ ભૂખ્યા પેટે દવાઓ લેતા હોવાથી વામીટો થવા લાગતા અર્ધ બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખસેડાયા હતા અને સારવાર દરમિયાન મોત થયું હતું મોરબીના ખરેડા ગામના રહેવાસી સુરેશભાઈ છગનભાઈ બજાણીયા (ઉ.વ.42) નામના આધેડ છ સાત દિવસથી બીમાર હતા અને ભૂખ્યા પેટે દવા લેતા હતા સમયસર જમતા ના હોવાથી એકદમ વામીટો થવા લાગતા અર્ધબેભાન અવસ્થામાં હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવારમાં બીમારી સબબ મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.
ડૂબી જવાથી મોત
વાધરવા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલના પાણીમાં ડૂબી જતા 22 વર્ષના યુવાનનું મોત થયું છે માળિયા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે મૂળ રાજસ્થાનના વતની સુરપાલસિંગ વીરસિંગ તનવર (ઉ.વ.22) નામના યુવાન ગત તા. 04 ના રોજ માળિયા તાલુકાના વાધરવા ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.