For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જસદણના ગોખલાણા પાસે ટ્રેકટર અડફેટે બાઇકસવારનું મોત : એકને ઇજા

12:34 PM Feb 07, 2025 IST | Bhumika
જસદણના ગોખલાણા પાસે ટ્રેકટર અડફેટે બાઇકસવારનું મોત   એકને ઇજા
oplus_2097184

Advertisement

જસદણના ગોખલાણા પાસે ટ્રેકટર હડફેટે બાઇક સવાર યુવકનુ મોત નીપજયુ હતુ. જયારે અન્ય એક યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. યુવકના મોતથી પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ સુનીલભાઇ ભુવનભાઇ (ઉ.વ. 3પ) અને દિનેશ ખેતશીભાઇ (ઉ.વ. ર8) સાંજના સાતેક વાગ્યાના અરસામા બાઇક લઇને જસદણના ગોખલાણા પાસેથી પસાર થઇ રહયા હતા ત્યારે અજાણ્યા ટ્રેકટર ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમા ઘવાયેલા બંને યુવકને તાત્કાલીક સારવાર માટે જસદણ બાદ રાજકોટ સિવિલ હોસ્પીટલમા ખસેડાયા હતા. જયા ગંભીર રીતે ઘવાયેલા સુનીલભાઇનુ મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.

Advertisement

અન્ય બનાવમા શાપર વેરાવળમા આવેલા રામદેવ નગરમા રહેતા સંજય મહેશભાઇ પરમાર (ઉ.વ. ર3) એ કોઇ અગમ્ય કારણસર ફીનાઇલ પી લીધુ હતુ. યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement