For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉપલેટાના ધોરાજી બાયપાસ પાસે શ્ર્વાન આડું ઉતરતા બાઈક સ્લિપ થયું : ચારને ઈજા

11:42 AM Aug 23, 2024 IST | admin
ઉપલેટાના ધોરાજી બાયપાસ પાસે શ્ર્વાન આડું ઉતરતા બાઈક સ્લિપ થયું   ચારને ઈજા

શ્રમિક પરિવાર પેટિયુ રળવા માટે આવતો હતો : તમામને હોસ્પિટલે ખસેડાયા

Advertisement

ઘણી જગ્યાએ અચાનક પશુઓ વાહનની આડે આવતા અકસ્માતો સર્જાતા હોય છે જેમાં ગંભીર ઈજાઓ પણ પહોંચતી હોય છે ત્યારે ઉપલેટા શહેરના ધોરાજી બાયપાસના નેશનલ હાઈવે પર આવેલ રોયલ પ્લાસ્ટિક ફેક્ટરીમાં પરપ્રાંતીય શ્રમિક પરિવાર પેટીયું રળવા માટે આવેલ હોય.

આ શ્રમિક પરિવારના અજય ગાંગા બાંભણીયા 22 વર્ષ, આશા અજયભાઈ બાંભણીયા 20 વર્ષ, ભાવેશ બાંભણિયા 21 વર્ષ અને ખુશી અજયભાઈ બાંભણીયા નામની 9 મહિનાની બાળકીને અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ આ શ્રમિક પરિવાર ફેક્ટરી કોન્ટ્રાક્ટરનું મોટરસાયકલ લઈને ઉપલેટા શહેરમાં બુધવાર હોવાથી વીજ કાપ હોય જેને લઈને હટાણું કરવા શહેરમાં આવેલ હોય જે લોકો મોડી રાત્રે પરત ફરતા કોલકી બાયપાસના સર્વીસ રોડ પાસે અચાનક કૂતરૂૂ મોટરસાયકલ આડે આવતા તેને બચાવવા જતાં આ શ્રમિક પરિવારને ગંભીર અકસ્માત નડયો હતો. આ અકસ્માતમાં તમામને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.

આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને દાઢી, હાથ વગેરે જગ્યાએથી હાડકા બહાર દેખાઈ આવ્યા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાની ન થતાં હાશકારો અનુભવાયો હતો. ઈજાગ્રસ્તોને સૌપ્રથમ અવારનવાર લોકોના જીવ બચાવી તેમજ તાત્કાલિક સારવાર આપતા ડુમિયાણી ટોલ પ્લાઝાની એમ્બ્યુલન્સના પેરામેડિકલના ડો. કમલેશભાઈ સોલંકીએ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી જ્યારે હેલ્પર મુકેશભાઈ વાળા પણ સારવારમાં જોડાયા હતા તેમજ પાયલોટ લાલજીભાઈ ચૌહાણ તાત્કાલિક ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ હંકારી જઈને કોઈ જાનહાની થતા ટાળી હતી. ઉપલેટા કોટેજ હોસ્પિટલના ફરજ પરના ડો. હિતેશ કાલરીયાએ તથા તેમના સ્ટાફે ઈજાગ્રસ્તોને તપાસી જરૂૂર જણાય ત્યાં ટાંકા લઈને પણ સારવાર તાત્કાલિક ધોરણે આપી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement