ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબી-કચ્છ હાઇવે પર બાઇક સ્લિપ થતાં ચાલક નીચે પટકાયો, બીજી બાઇક તેની પર ફરી વળતાં મોત

12:48 PM Oct 12, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

મોરબીનો યુવાન બાઈક લઈને કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ હોટલ પાસેથી પસાર થઈ રહ્યો હતો અને પોતાના ઘરે પરત આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને પાછળથી આવી રહેલ બાઈક ચાલકે યુવાન ઉપર તેનું બાઈક ચડાવી દીધું હતું. જેથી રસ્તા ઉપર પડેલા યુવાનના મોઢા, માથા અને પગમાં ઇજા થતાં યુવાનનું મોત નીપજયું હતું. જેથી હાલમાં મૃતક યુવાનના પિતાએ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ સિસ્ટર બંગલા પાસે રહેતા ઈકબાલભાઈ અબ્બાસભાઈ શાહમદાર (ઉ.36)એ બાઈક નંબર જીજે 36 એડી 8728 ના ચાલક જયેશભાઈ પંચાસરા રહે. લાલપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યું છે કે માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ પરંપરા હોટલ પાસેથી ફરિયાદીનો દીકરો સાહિલ ઈકબાલભાઈ શાહમદાર (ઉ.17) તેનું બાઈક નંબર જીજે 36 એકે 9926 ઉપર મોરબી પરત આવી રહ્યો હતો. ત્યારે પરંપરા હોટલ પાસે તેનું બાઈક રસ્તા ઉપર સ્લીપ થઈ ગયું હતું અને તે રસ્તા ઉપર પટકાયો હતો. ત્યારે પાછળથી બાઈક લઈને આવી રહેલ જયેશ પંચાસરાએ તેનું બાઈક સાહિલની ઉપરથી ફેરવી દેતા સાહિલને મોઢા, માથા અને પગમાં ગંભીર ઇજા થઈ હતી. જેથી તેનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂૂ કરી છે.

Tags :
accidentdeathgujaratgujarat newsMorbi-Kutch highway
Advertisement
Advertisement