દ્વારકા નજીક બળદગાડા સાથે અથડાયેલા બાઇક ચાલકનું મોત
ખંભાળિયાના આધેડનું હાર્ટએટેકથી મોત
મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના મૂળ વતની અને હાલ દ્વારકાના કોરાડા ગામે રહેતા શ્રમિક યુવાન દિનેશ ભુરસિંગભાઈ વસનીયા શનિવારે રાત્રિના સમયે તેમના એમ.પી. 69 એમ.એફ. 0764 નંબરના મોટરસાયકલ પર બેસીને દ્વારકાથી આશરે 8 કિલોમીટર દૂર ચરકલા રોડ પર કોરાડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પૂર ઝડપે અને ગફલતભરી રીતે બાઈક ચલાવતા આ માર્ગ પર એક બળદ સાથે મોટરસાયકલનો અકસ્માત થયો હતો. જેના કારણે તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મધ્યપ્રદેશ રાજ્યના મૂળ વતની અને હાલ કોરાડા ગામના સીલદાર ભુરસિંગભાઈ વસનીયા (ઉ.વ. 38) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે મૃતક બાઈક દિનેશ ભુરસિંગભાઈ વસનીયા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પો.સ.ઈ. આર.વી. રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.
ખંભાળિયામાં આધેડનું અપમૃત્યુ
ખંભાળિયાના ચમારવાસ વિસ્તારમાં રહેતા ભીખુભાઈ અમરાભાઈ વાઘેલા નામના 50 વર્ષના આધેડ શનિવારે રાત્રિના સમયે સૂતા બાદ ગઈકાલે રવિવારે સવારે ના ઉઠતા તેમનું બીમારીના કારણે અથવા હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ મૃતકના પુત્ર ભાવેશભાઈ ભીખુભાઈ વાઘેલા (ઉ.વ. 22)એ અહીંની પોલીસને કરી છે.