રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વર્ગ 3ના ભરતીને લઈને મોટા સમાચાર: ભરાશે 5 હજાર જગ્યાઓ, જાણો ક્યારથી

01:04 PM Dec 29, 2023 IST | Bhumika
Advertisement

નવા વર્ષની શરૂઆત પહેલા જ ગુજરાતમાં ભરતીને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો અનુસાર રાજ્યમાં આગામી 15 દિવસમાં જ વર્ગ 3ની 5 હજાર જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવશે. વર્ગ 3ના 5 હજાર કર્મચારીની રાજ્યમાં ભરતી કરવામાં આવશે. આ અંગે ઉત્તરાયણ પહેલાં જ સારા સમાચાર મળશે. ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે આ એલાન કર્યું છે.

Advertisement

વર્ગ 3ની ભરતી માટે સરકાર દ્વારા નિયમોમાં પણ કેટલાંક ફેરફાર કરવામાં આવ્યા છે. હવેથી જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામાં આવશે. વધુમાં હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન બહાર પાડી જણાવવામાં આવ્યું.

 

Tags :
class 3 RecruitmentClass 3 Recruitment gujaratgujaratgujarat newsIPS Hasmukh Patel
Advertisement
Next Article
Advertisement