અમદાવાદ ખ્યાતિકાંડ મામલે મોટા સમાચાર, ક્રાઇમ બ્રાંચે 5 આરોપીની કરી ધરપકડ
અમદાવાદના ખ્યાતિકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીની ઘરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આણંદ-વડોદરા વચ્ચે આવેલા ફાર્મ હાઉસમાંથી 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આણંદ-વડોદરા વચ્ચે આવેલા ફાર્મ હાઉસમાંથી ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સામેલ 5 આરોપીઓની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ રાજપુત, મિલિન્દ પટેલ, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ અને પિંકલ પટેલની ધરપકડ કરી છે. આ તમામ આરોપી એક જ ફાર્મ હાઉસમાં રોકાયા હતા.
ક્રાઇમ બ્રાન્ચને ગુપ્ત માહિતી મળી હતી કે આરોપીઓએ પોતાનો મોબાઇલ ફોન બંધ કરી દીધો છે અને તેઓ નવા મોબાઇલ વડે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં હતા ત્યારે બે આરોપીઓની ઉદયપુર અને એક આરોપીની ખેડાથી ધરપકડ કરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.આ કેસના આરોપી રાહુલ જૈન અને મિલિંદને ઉદયપુરથી દબોચી લેવામાં આવ્યા છે, જ્યારે ચિરાગ રાજપૂત નામના આરોપીને ખેડાથી પકડી પાડવામાં આવ્યો છે. ચિરાગ રાજપૂત હોસ્પિટલના સીઇઓ છે. આ ઉપરાંત પંકિલ પટેલ અને પ્રતીક ભટ્ટની ધરપકડ કરી છે. એમ કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.