For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર, GPSCએ જાહેર કર્યું વર્ષ 2025 માટેનું ભરતી કેલેન્ડર

02:53 PM Jan 29, 2025 IST | Bhumika
સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર  gpscએ જાહેર કર્યું વર્ષ 2025 માટેનું ભરતી કેલેન્ડર

Advertisement

સરકારી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે અવ્વ્યા છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)એ વર્ષ 2025નું કેલેન્ડર જાહેર કર્યું છે. કેલેન્ડરમાં જણાવ્યા અનુસાર વર્ષમાં કૂલ 1751 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

આયોગે ગુજરાત વહીવટી સેવા ક્લાસ-1, ગુજરાત મુલ્કી સેવા ક્લાસ 1-2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અિધકારી સેવા, ક્લાસ-2 માટે 100 જગ્યા, નાયબ સેક્શન અિધકારી અને નાયબ મામલતદાર (Dyso)ક્લાસ-૩ માટે 160 જગ્યા, અને રાજ્ય વેરા નિરીક્ષક (STI) ક્લાસ-૩ માટે 323 જગ્યાઓ, ગુજરાત શિક્ષણ સેવા, ક્લાસ-2 (વહીવટી શાખા) માટે 300 આ સિવાય મેડીકલ અને ઈજનેરી સેવાની જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

Advertisement

GPSC દ્વારા જે 1751 જગ્યાઓ માટે આગામી સમયમાં ભરતી થનાર છે તે જગ્યાઓ માટે જાહેરાતની, પ્રાથમિક અને મુખ્ય કસોટીની સંભવિત તારીખો જાહેર કરવામાં આવી છે. સાથે GPSC તરફથી ઉમેદવારોને આ જાહેરાતો માટે સતત અપડેટ રહેવા માટે GPSCની વેબસાઈટ, ટ્વિટર કે એપ સાથે જોડાયેલા રહેવા અપીલ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement