બોર્ડના પરીક્ષાર્થીઓ માટે મોટા સમાચાર: ધો. 10-12ના વિદ્યાર્થીઓની હોલ ટીકિટ જાહેર, આ રીતે કરી શકાશે ડાઉનલોડ
બોર્ડના પરીક્ષાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજથી જ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર વિદ્યાર્થીઓ હોલ ટિકીટ મેળવી શકશે. બોર્ડના પરીક્ષાર્થીઓ બોર્ડની વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. જેને લઈ શિક્ષણ બોર્ડ આજે યાદી જાહેર કરવામાં આવી છે.
ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 તથા ધોરણ 12ની જાહેર પરીક્ષાઓ તા. 11/3/2024થી તા.26/3/2024 દરમિયાન યોજાશે. બોર્ડની પરીક્ષાને લઈ તંત્રએ પણ તૈયારીઓ કરી લીધી છે. આ વખતે ૨૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ-૧૦ ની પરીક્ષા આપશે. જયારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 14 હજાર જેટલા અને વિજ્ઞાાન પ્રવાહમાં 5,391 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેસશે.
માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને શિક્ષણતંત્રની પણ પરીક્ષાને લઈ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. વિદ્યાર્થીને પરીક્ષામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની તમામ બાબતોને ધ્યાનમાં લઈ હાલ મિટિંગો અને તૈયારીઓ શરૂ છે. ધોરણ-10ના પરીક્ષાર્થીઓ માટે 86 શાળાના 906 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.