રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વડોદરા જેટકો ભરતી રદ્દ વિવાદ વચ્ચે મોટા સમાચાર: વધુ એક અધિકારીની બદલી અને 12 અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી

11:45 AM Dec 22, 2023 IST | Bhumika
Advertisement

જેટકોમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી રદ્દ થવાનો વિવાદ વધી રહ્યો છે. આ વિવાદ એક એક મોટા સમાચાર સામે આવ્યા છે.જેટકોના HR વિભાગના અધિકારીની બદલી જીસેકમાં કરવામાં આવી છે. અને તેની સાથે જ 12 અધિકારીઓ અને ઈજનેરોને શો કોઝ નોટિસ આપવામાં આવી. જેટકોના અધિકારીઓ, ઈજનેરોની ભૂલના કારણે ઉમેદવારોને ભોગવવાનો વારો આવ્યો છે. આ પહેલા જેટકોએ ભરતી રદ્દ કરી દેતાં ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો. ઉમેદવારોએ કડકડતી ઠંડીમાં પણ વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યું હતું. કચેરીની બહાર આખી રાત કડકડતી ઠંડીમાં ઉમેદવારોએ બેસીને વિરોધ કર્યો હતો. ઉમેદવારોના વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ પહોંચ્યા હતા. ઠંડીથી રક્ષણ મેળવવા યુવરાજસિંહે ઉમેદવારોને ચાદર આપી હતી.

Advertisement

જેટકો દ્વારા (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી રદ્દ થતાં ઉમેદવારોમાં ભારે રોષ ભારે જોવા મળી રહ્યો છે. ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું GETCOની તપાસમાં સામે આવતાં ભરતી જ રદ કરી દેવામાં આવી છે. જેટકોના અધિકારીઓ, ઈજનેરોની ભૂલના કારણે ઉમેદવારોને ભોગવવાનો વારો આવ્યો છે. ઉમેદવારો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં વડોદરા જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.

તાજેતરમાં જેટકો દ્વારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવી હતી. જેમાં ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓએ 6 માર્ચ 2023થી 13 માર્ચ 2023 તથા લેખિત પરીક્ષા 9 સપ્ટેમ્બર 2023ના રોજ યોજવામાં આવી હતી. કેટલાક ઉમેદવારે વડોદરા ખાતેની GETCO કચેરીને રજૂઆત કરી હતી કે, રાજકોટ, ભરુચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે યોજવામાં આવેલ પોલ ટેસ્ટની પ્રક્રિયામાં જીયુવીએનએલ તેમજ GETCO દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાને અનુસરવામાં આવેલ નથી. જે પરત્વે તપાસ કમિટી દ્વારા તપાસ કરતાં ગંભીર ક્ષતિ ધ્યાનમાં આવી હતી. ત્યારબાદ જેટકોએ ભરતી રદ્દ કરી હતી.

 

Tags :
candidatesgujaratgujarat newsJetco controversyJETCO officePROTESTvadodaravadodara news
Advertisement
Next Article
Advertisement