મુખ્યમંત્રીની ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ચૂક, CMના કાફલામાં ઘુસી અજાણી કાર
ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ચૂક થઇ હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના બોપલમાં જાહેર કાર્યક્રમમાંથી પરત આવતા સમયે એક અજાણી કાર CM ભૂપેન્દ્ર પટેલના કોન્વોયમાં ઘુસી ગઇ હતી. બોપલ રીંગ રોડ પાસે પ્રજાસત્તાક પર્વ પહેલા મુખ્યમંત્રીની સુરક્ષામાં ચૂક જોવા મળી હતી.
અમદાવાદમાં બોપલમાં પાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતાં આ દરમિયાન બોપલ રિંગરોડ પર સુરક્ષામાં ચૂક જોવા મળી હતી. અજાણી કાર મુખ્યમંત્રીના કારના કાફલામાં ઘુસી ગઇ હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કારનો કાફલો બોપલ રિંગ રોડ પાસેથી પ્રસાર થતો હતો આ દરમિયાન વ્હાઇટ કલરની કાર અચાનક તેમના કાફલામાં ઘુસી ગઇ હતી. જોકે, કાર મુખ્યમંત્રીના કારના કાફલામાં ઘુસતાની સાથે જ પાયલોટ અને જે ટ્રેલ કાર હતી તેમની સમયસૂચકતાથી મોટી ઘટના બનતા ટળી ગઇ હતી. અજાણી કાર મુખ્યમંત્રીના કાફલામાં ઘુસી જતા ફરજ પર હાજર રહેલા પોલીસ કર્મીએ પણ કારને સાઇડ કરવાનો નિર્ણય લીધો હતો.