For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મીઠાપુરના આરંભડાના સ્ક્રેપનાં ધંધાર્થીએ ડિપ્રેશનમાં જીવન ટૂંકાવ્યું

01:15 PM Jan 21, 2025 IST | Bhumika
મીઠાપુરના આરંભડાના સ્ક્રેપનાં ધંધાર્થીએ ડિપ્રેશનમાં જીવન ટૂંકાવ્યું

Advertisement

ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા અને સ્ક્રેપના ધંધા સાથે સંકળાયેલા જીગ્નેશભાઈ કનુભાઈ કાનાણી નામના 45 વર્ષના પટેલ યુવાને રવિવારે પોતાના રહેણાંક મકાનમાં પોતાના હાથે એસિડ પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
જીગ્નેશભાઈ પોતાનો વ્યવસાય ભાગીદારીમાં કરતા હોય અને ધંધામાં નુકસાની આવતા તેમની પાસે તેમના પાર્ટનર રૂૂ. 44.50 લાખ માંગતા હતા. આ ઉપરાંત તેમની દુકાન સરકારી જમીન ઉપર હોય, જેમાં ડિમોલિશન આવતા બે દિવસ પૂર્વે તેમની દુકાન પડી ગઈ હતી.

આ તમામ પરિસ્થિતિના કારણે ડિપ્રેશનમાં આવી જતા તેમણે ઉપરોક્ત પગલું ભર્યું હોવા અંગેની જાણ મૃતકના પત્ની સોનલબેન જીગ્નેશભાઈ કાનાણીએ મીઠાપુર પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement