ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગર-સોમનાથ હાઇવેના બ્રિજ ઉપર ફરી મોટા ગાબડા

12:20 PM Sep 16, 2025 IST | Bhumika
Advertisement

એક વર્ષમાં જ બ્રિજમાંથી સળિયા બહાર આવી જતાં વાહનચાલકો ઉપર જોખમ

Advertisement

ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂૂપિયાના ખર્ચ કરી નેશનલ હાઇવે તૈયાર કરવામાં આવ્યો છે અમરેલી જિલ્લામાંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે રાજુલા જાફરાબાદ પંથક માંથી પસાર થાય છે રાજુલા નજીક આવેલ હિંડોરણા બ્રિજ ઉપર વરસાદી ઝાપટાના કારણે લોખંડના સળિયા બહાર આવ્યા છે આ લોખંડના સળિયા બહાર આવી જવાના કારણે આ બ્રિજની કામગીરી કેટલીહદે નબળી ગુણવત્તાની છે તે પોલ ખુલી ગઈ છે અહીં સામાન્ય વરસાદી ઝાપટાના કારણે ફરીવાર આ બ્રિજ ઉપર ખાડા પડવાના કારણે લોખંડના સળિયા બહાર આવતા નેશનલ ઓથીરિટીના અધિકારીઓ કામ કરનાર કોન્ટ્રાકટર એજન્સી સામે સવાલો ઉઠી રહ્યા છે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ હિંડોરણા બ્રિજ ઉપર આજ જગ્યા ઉપર અગાવ ખાડામાં ગાબડા પડવાના કારણે કોન્ટ્રાકટર દ્વારા ઢીંગડા બુરવામાં આવ્યા બાદ હવે અહીં લોખંડના સળિયા બહાર આવી જવાના કારણે ભારે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે પરંતુ સુત્રોપાસેથી મળતી માહિતી પ્રમાણે આ નેશનલ ઓથીરિટીના અધિકારીઓ સ્થાનિક અને જિલ્લા પ્રશાંશનને ગાંઠતા નથી અને સંકલનના અભાવે સ્થાનિક જવાબદાર અધિકારીઓની સુચનાનું પણ કોઈ પાલન નથી કરતા તેવો ગણગણાટ ચાલી રહ્યો છે.

અગાવ 2 માસ પહેલા રાજુલાના ચારનાળા નજીક બ્રિજ ઉપર મોટી તિરાડો પડી હતી જેના કારણે ભારે વિવાદ સર્જ્યો હતો મસમોટી તિરાડો પડવાના કારણે વાહન ચાલકોએ રોષ વ્યકત કર્યો હતો અને નેશનલ હાઇવે ઓથીરિટીના કોન્ટ્રાક્ટર દ્વારા ઢીંગડા મારી બુરવામાં આવ્યા હતા. પરંતુ આ નેશનલ હાઇવેને લોકાર્પણ હજુ કર્યો નથી અને આ પહેલા મોટો ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે.

રાજુલા જાફરાબાદ પંથક માંથી પસાર થતો નેશનલ હાઇવે ઉપર અગાવ દાતરડી બ્રિજ શરૂૂ થાય તે પહેલા બેસી ગયો હતો દાતરડીથી લઈ ચારનાળા સુધી ગાબડા તિરાડો અનેક વખત પડી ચુકી સ્થાનિક વાહન ચાલકો ગામડાના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા અનેક રજુઆત કરવા છતા અમરેલી જિલ્લાના જવાબદાર અધિકારીઓએ એટલા સમયમાં આજ સુધી સ્થળ વિજીટ કોઈ કલેકટર દ્વારા કરવામાં નથી આવી અને કોઈ સૂચના નોટિસ પણ આપી નથીે.

Tags :
Bhavnagar-Somnath highwaygujaratgujarat news
Advertisement
Next Article
Advertisement