રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અપહરણ અને દુષ્કર્મના કેસમાં ભૂવાને 14 વર્ષની સજા

12:41 PM Jan 02, 2025 IST | Bhumika
Advertisement

જામનગર તાલુકાના નારણપર ગામની યુવતીને ધાક ધમકી આપી તેણીનું અપહરણ કરવા અને તેની સાથે દુષ્કર્મ આચારવા અંગે સાડા ત્રણ વર્ષ પહેલાં ગુનો નોંધાયો હતો, જે કેસ માં અદાલતે આરોપી ને 14 વર્ષ ની સજા નો હુકમ કર્યો છે.

Advertisement

ગત તારીખ 22/06/2021 ના દિવસે જામનગર તાલુકા નાં નારણપર ગામ ની યુવતી ધ્વારા જીતુગીરી પૃથ્વીસિંહ પરમાર વિરૂૂધ્ધ એવી ફરીયાદ નોંધાવી હતી કે ભોગબનનાર કોવિડના સમયમાં પોતાની નારણપર મુકામે આવેલ વાડીમાં પોતાના પરિવાર સાથે રહેતી હોય અને તેના પરિવારના સભ્યો કયારેક ઊંઘ માં જબકીને જાગી જતા હોય અને ડરી જતા હોય તેથી નારણપર મુકામે એવી વાતો થતી કે આ લોકોના કુટુંબ ને પિત્રુ નડતર છે. જેથી ભોગ બનનાર ના ફુવા એ જણાવેલ કે હું એક બાવાજી ને ઓળખુ છે. જે તે પિત્રુ નડતર દુર કરી આપશે. જેથી ભોગબનનારના ફુવા ધ્વારા ભુવા જીતુગીરી ને વાડી એ બોલાવવામાં આવ્યો હતો, અને ત્યા રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. એક દિવસ આ ભુવા જીતુગીરી લીમડાના ઝાડ નીચે બેઠા હતા ત્યારે આ કામની ભોગબનનારને કહેલ કે તારા ઘરના સભ્યોને તાંત્રિક વિધીથી મારી પકડમાં લઈ લીધેલ છે. જો હું કહુ તેમ નહી કર તો તારા પરિવારનું તાંત્રિક વિધી થી મૃત્યુ નિપજાવિશ.

આ પછી એક દિવસે સાંજ ના સમયે જીતુગીરી એ ભોગબનનારને કહેલ કે રાત્રીના 2 વાગ્યે માટીના ઠગલા પાસે આવજે નહીતર તારા પરિવારના સભ્યને પતાવી દઈશ. તેથી ભોગબનનાર રાત્રે 2 વાગે વાડીમાં આવેલ ઢગલા પાસે જતાં ભોગબનનારને ઘમકી આપી જીતુગીરી ધ્વારા તેણીની સાથે દુષ્કર્મ આચરેલ હતુ. ત્યારબાદ તા. 18/06/2021 ના રોજ આ ભુવા જીતુગીરીએ ભોગબનનારને ઘમકી આપી રાત્રીના 2 વાગ્યે વાડીની બહાર બોલાવેલ અને તેણીનું અપહરણ કરીને રાજસ્થાન લઈ ગયેલ ત્યાં પણ ભોગબનનાર ની સંમતિ વગર ધાકધમકી આપી અને તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ તેઓ પરત અમદાવાદ મુકામે ભુવા જીતુગીરી ધ્વારા ભોગબનનારને લઈ આવવામાં આવી હતી. જેથી ત્યા રહેલ પોલીસે ભોગબનનાર તથા ભુવા જીતુગીરીને જામનગર મુકામે લઈ આવેલ અને ભોગ બનનાર ધ્વારા જીતુગીરી પૃથ્વીસિંહ પરમાર વિરૂૂધ્ધ અપહરણ અને દુષ્કર્મ ની ફરીયાદ નોંધાવતાં પંચ કોષી પ બીથ ડિવિઝન ના પી.એસ.આઈ. સી.એમ.કાંટેલીયા ધ્વારા આરોપી ની ધરપકડ કરવામાં આવી હતી. અને તપાસ કરી ને જામનગરની સેશન્સ અદાલતમાં ચાર્જશીટ કર્યું હતું.

આ પછી સરકાર તરફે તાત્કાલીક ધોરણે કેસ ચલાવી અને કુલ 15 જેટલા સાક્ષીઓ અને 43 જેટલા દસ્તાવેજી પુરાવા તપાસેલ અને સરકારી વકીલ રાજેશ કે. વસીયર સરકાર તરફે હાજર થઈ એવી દલીલ કરી હતી કે હાલ કેસ માં સામાન્ય રીતે સૌરાષ્ટ્ર ગુજરાતની પ્રજા સાધુ સંત ઉપર બહુજ મોટો ભરોસો મુકતી હોય છે. અને આવા ખોટા ભુવાઓ ધ્વારા જો આવુ દુષ્કર્મ અને અપહરણ કરે તો સમાજમાં ખોટો સંદેશો જાય , જેથી હાલના આરોપીને સખ્તમાં સખ્ત સજા ફરમાવવામાં આવે.

જે દલીલો ધ્યાને લઈ સેશન્સ કોર્ટનાં ન્યાયધીશ વી. પી. અગ્રવાલએ આરોપી જિતેન્દ્ર ઉર્ફે જીતુગીરી પૃથ્વીસિંહ પરમાર ને દુષ્કર્મ ની કલમ અન્વયે 14 વર્ષ સખ્ત કેદની સજા તથા રૂૂા. 15,000 નો દંડ તથા અ5હરણ ની કલમ અન્વયે 5 વર્ષ ની સજા તથા રૂૂા. 5,000 નો દંડ ભરવાનો હુકમ કર્યો હતો. તેમજ પીડીતા ને રૂૂા. 2 લાખનું વળતર ચુકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં મુળ ફરીયાદી તરફે વકીલ અશોક જોષી, કોમલ જોષી તેમજ સરકાર તરફે સરકારી વકીલ રાજેશ કે. વસીયર એ દલીલો કરી હતી.

Tags :
crimeguajrat newsgujaratjamnagarjamnagar newskidnapping and rape case
Advertisement
Next Article
Advertisement