રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભૂપેન્દ્ર પટેલની મોદી-શાહ સાથે મેરેથોન બેઠકથી ફરી અટકળોની આંધી

12:17 PM Dec 21, 2023 IST | Sejal barot
Advertisement

રાજ્યમાં ફરી એકવાર કઈંક નવા-જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે. વાત જાણે એમ છે કે, ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટ બેઠક પૂર્ણ કરીને દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીમાં ઈખ ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. જોકે પીએમ મોદી, ગૃહમંત્રી શાહ અને સીએમ ભુપેન્દ્ર પટેલ 3 કલાક ચાલેલી આ બેઠક બાદ હવે અનેક ચર્ચાઓ શરૂૂ થઈ છે.
વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગઈકાલે દિલ્હીમાં મેરેથોન બેઠક મળી હતી. આ તરફ 3 કલાક ચાલેલી બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં ખાસ કરીને ગુજરાતની વર્તમાન રાજકીય સ્થિતિને લઈ ચર્ચાની અટકળો છે તો ગુજરાતમાં મહત્વના પ્રોજેક્ટ સંદર્ભે પણ ચર્ચા થઈ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ સાથે વાયબ્રન્ટ ગુજરાતને લઈ બેઠકમાં ચર્ચા થઈ તો ગુજરાતમાં બાકી બોર્ડ નિગમની નિમણુંકો બાબતે પણ ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીત બાદ કેબિનેટ વિસ્તરણની અટકળો ચાલી રહી છે. આવી સ્થિતિમાં પાર્ટીએ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂૂ કરી દીધી છે ત્યારે ફરી એકવાર ગુજરાતમાં ઉત્તરાયણના તહેવાર પહેલા અનેક સવાલોના જવાબ મળી શકે તેવી ચર્ચા છે. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવતા મહિને યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની તૈયારીઓ અંગે ઙખ મોદીને માહિતી આપી હતી, ત્યારે રાજ્યના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. પીએમ મોદી અને સીએમની લાંબી મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે શું ગુજરાતમાં કંઈક મોટું થવાનું છે. સરકાર અને સંગઠનના મોરચે મોટા ફેરબદલ થઈ શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ વચ્ચેની આ મુલાકાત લગભગ સાડા 3 કલાક સુધી ચાલી હતી. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, આ બેઠકમાં સરકારની કામગીરી અને 2024ની ચૂંટણી પહેલા સંગઠનમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત ભાજપની કોર ટીમમાં છ મોટી જગ્યાઓ ખાલી છે. જેમાંથી બે પદ રાજ્ય મહામંત્રીઓની છે. ભાર્ગવ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ આ જગ્યાઓ ખાલી પડી છે.
ગુજરાતની ભૂપેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે તેના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ કર્યું. 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો જીતી હતી. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ફરી સરકાર રચાયા બાદ ગુજરાત મંત્રીમંડળના વિસ્તરણને લઈને અટકળો ચાલી રહી છે.
હવે જોવાનું એ રહે છે કે, રાજ્યમાં 2024ની ચૂંટણી પહેલા કેબિનેટનું વિસ્તરણ થાય છે કે નહીં ? રાજ્યમાં અનેક કોર્પોરેશનોમાં ચેરમેનની જગ્યાઓ પણ ખાલી પડી છે. આના પર પણ નિમણૂકો થવાની બાકી છે.

Advertisement

દિલ્હી ગયા પૂર્વે મુખ્યમંત્રીએ પાટીલ સાથે પણ બેઠક યોજી

ગઈકાલે દિલ્હીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહ સાથે મેરેથોન બેઠક યોજતા રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે ત્યારે મુખ્યમંત્રી ગઈકાલે બુધવારે દિલ્હી ગયા ને પૂર્વે મંગળવારે સાંજે સી.એમ.બંગલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે પણ લાંબી બેઠક કરી હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતના આ બન્ને નેતાઓ વચ્ચે બેઠક બાદ દિલ્હીમાં યોજાયેલ બેઠકથી ભારે ચર્ચા જાગી છે.

Tags :
Bhupendra Patel's marathon meeting with Modi-Shah creates anotherofspeculationstorm
Advertisement
Next Article
Advertisement