ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરતી ભાવનગર પોલીસ : એક શખ્સ ઝડપાયો

12:29 PM Aug 16, 2024 IST | Bhumika
Advertisement

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભાવનગર અમદાવાદ શોર્ટ રૂૂટ પર પેટ્રોલિંગ દરમ્યાન મળેલી ચોક્કસ બાતમી આધારે નારી ગામના પાદર માંથી ઇંગ્લિશ દારૂૂ ભરેલી એમ્બ્યુલન્સ સાથે વડવા વિસ્તારમાં રહેતા ખેપીયાની ધરપકડ કરી હતી.

Advertisement

સમગ્ર બનાવ અંગે એલસીબી કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અમદાવાદ શોર્ટ રોડ ઉપર પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ધોલેરા તરફથી એક એમ્બ્યુલન્સમાં ઇંગ્લિશ દારૂૂનો જથ્થો ભરીને વડવા વિસ્તારમાં રહેતો શખ્સ આવી રહ્યો છે જે માહિતી આધારે એલસીબીની ટીમ નારી ગામે આવેલ તળાવ પાસે જય મોમાઈ હોટલ સામે વોચમાં હોય એ દરમિયાન એક એમ્બ્યુલન્સ આવતા તેના અટકાવી ચાલકને બહાર બોલાવી નામ સરનામું પૂછવા સાથે એમ્બ્યુલન્સની તલાસી હાથ ધરી હતી.

જેમાં અટક કરાયેલ શખ્સે પોતાનું નામ મનીષ દિનેશ ડાભી (ઉં.વ.26 રહે.બારૈયા ફળી, ખીજડા વાળી શેરી વડવા વાળો) હોવાનું જણાવેલ તથા એમ્બ્યુલન્સમાંથી વિના પાસ પરમીટે અલગ અલગ બ્રાન્ડની પરપ્રાંતીય બનાવટની ઇંગ્લિશ દારૂૂની 555 બોટલ મળી આવેલ તથા અટક કરાયેલ મનીષની અંગજડતી કરતા એક મોબાઇલ મળી આવેલ આથી એલસીબીએ ઇંગ્લિશ દારૂૂનો જથ્થો એક મોબાઈલ તથા એમ્બ્યુલન્સ મળી કુલ રૂૂપિયા 7,35,790 નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી તથા મુદ્દામાલ વરતેજ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી ઝડપાયેલ ખેપિયા મનીષ વિરુધ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
ambulancebhavnagarbhavnagar newsgujaratgujarat newsLiquor smuggling
Advertisement
Next Article
Advertisement