ભાવનગરની યુવતીનું વિધર્મીએ અપહરણ કર્યું, સાત મહિનાથી ન્યાય મેળવવા ભટકતા પિતા
દીકરીનો કોઇ પત્તો નથી, વકીલ રાખી શકે તેવી આવક નથી: ન્યાય માટે ગૃહમંત્રીને કરી રજૂઆત
વડવા ચોરા વિસ્તારમાં રહેતા એક લાચાર પિતાએ ગૃહમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સાત મહિના પહેલા તેની દિકરીનું વિધર્મીએ અપહરણ કર્યું છે અને આજદીન સુધી તેની દિકરીનો કોઇ પત્તો નથી. વિવિધ સ્થળે મદદ માટે દોડવા છતાં કોઇ મદદ મળતી નથી. મારી દિકરી જીવે છે કે મરી ગઇ છે કે પછી તેને દેહવ્યાપારમાં ધકેલી દેવામાં આવી છે ? તેની અમને કોઇ જાણ નથી તો આપના તરફથી મદદ મળે અને મારી દિકરીને મુક્ત કરાવવામાં આવે.
વડવા વિસ્તારમાં રહેતા યુવતીના પિતાએ લખેલા પત્રમાં ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે, તેમણે દિકરીની ભાળ મળી શકે તે માટે વારંવાર પોલીસ તંત્રમાં રજૂઆત કરી છે પરંતુ તેમ છતાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. વિવિધ સંગઠનોને પણ રજૂઆત કરી છે પરંતુ તેમને માત્ર આશ્વાસન જ મળે છે. મારી દિકરીને ભગાડી જવામાં આવી હોવાની જાણ થતાં મારી પત્નિને પેરાલીસીસ થઇ ગયો છે. તે પથારીવશ છે. તેમના આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ છે. તેમની આવક માત્ર 3 હજાર જેટલી છે અને એટલે તેઓ વકીલ રાખી શકે તેમ નથી.
એક તરફ આર્થિક તંગી અને તેમાં પત્નિને પેરાલીસીસ થઇ જતાં તેમની હાલત કફોડી બની ગઇ છે અને બીજી તરફ સાત મહિનાથી દિકરીનો કોઇ પત્તો મળતો ન હોય તેમની સ્થિતિ લાચર જેવી થઇ ગઇ છે. મારા જેવા ગરીબ વ્યક્તિને આપના તરફથી મદદ મળે તેવી હુ અપેક્ષા રાખી રહ્યો છુ. હિન્દુના દેશમાં હિન્દુઓને ન્યાય મેળવવા માટે અહિં તહી ભટકવુ પડી રહ્યુ છે ત્યારે મારી દિકરી કોઇ મોટી મુસીબતમાં ફસાઇ ગઇ છે ત્યારે તેને છોડાવવા માટે અને મને ન્યાય અપાવવા માટે પિતાએ ગૃહમંત્રીને રજૂઆત કરી છે.