For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખના પતિનું હિટ એન્ડ રનમાં કરૂણ મૃત્યુ

01:21 PM May 29, 2025 IST | Bhumika
ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખના પતિનું હિટ એન્ડ રનમાં કરૂણ મૃત્યુ

રાત્રે સિહોર નજીક અજાણ્યો વાહનચાલક બાઇકને અડફેટે લઇ નાસી છૂટ્યો

Advertisement

ભાવનગર ના ભાજપના આગેવાન અને ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખના પતિ મુળજીભાઇ રૈયાણીનું મોડી રાત્રે સિહોરના ગઢુલા નજીક માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું છે.

ગઢુલા નજીક અજાણ્યા વાહને ભાજપના આગેવાનને અડફેટે લેતા ગંભીર હાલતે સિહોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબિબે તેમને મૃત જાહેર કરતા હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો દોડી ગયા હતા.

Advertisement

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ભાજપના આગેવાન અને ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન મીયાણીના પતિ મુળજીભાઈ મીયાણીનું સિહોરના ગઢુલા નજીક અજાણ્યા વાહન અડફેટે મોત નિપજ્યુ છે.

રૈયાબેન મિયાણીના પતિ મુળજીભાઈ તેમનું બાઈક લઈ સણોસરા-ગઢુલા વચ્ચે આવેલી તેમની હોટલે ગયા હતા. જ્યાંથી મોડીરાત્રે તેઓ પરત ફરતા હતા ત્યારે સિહોરના ગઢુલા નજીક અજાણ્યા વાહન ચાલકે તેમની બાઈક સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા મુળજીભાઈ મિયાણી રોડ ઉપર પટકાયા હતા જ્યારે અજાણ્યો વાહનચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ઈજા પામેલા મુળજીભાઈને તાત્કાલિક સિહોર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત થયાનું સિહોર પોલીસે જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement