ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગર ભાજપમાં ભડકો: મેયર ભરત બારડની આત્મવિલોપનની ચિમકી

12:37 PM Jul 30, 2025 IST | Bhumika
Advertisement

ભાવનગર મહાનગર પાલિકાની ચૂંટણી નજીક આવે તે પહેલાં જ શહેર ભાજપના આંતરિક વિખવાદો બહાર આવી રહ્યા છે. ગઈકાલે રાત્રે શહેર ભાજપના ગ્રુપમાં મેયર ભરતભાઈ બારડે તેઓની સાથે થતા અન્યાય અને તેઓને નિશાન બનાવતા હોવાની હૈયા વરાળ ઠાલવી જો તેઓને દબાવવામાં આવશે તો જાહેરમાં આત્મવિલોપન કરવા સુધીની ચીમકી ઉચ્ચારી છે. ભાજપના પ્રભારી રત્નાકરજી ભાવનગર આવી રહ્યા છે ત્યારે જ આ ભડકો થયો છે.

Advertisement

શહેર ભાજપના વોટ્સઅપ ગ્રુપમાં મેયર ભરતભાઈ બારડે ભાજપમાં તેઓની નિષ્ઠા અને મેયરનું પદ કઈ રીતે મળ્યું, તેઓ 1978 થી જનસંઘમાં જોડાયા ત્યારથી થાંભલે થાંભલે ચંડીઓ બાંધવાથી લઈ ભાજપના કાર્યકર તરીકે તેઓની કામગીરી ને લઇ નહીં કે કોઈની લાગવગથી મેયર બનાવ્યા હોવાનું જણાવ્યું હતું . તદુપરાંત અમુક લોકો તેઓને નિશાન બનાવી રહ્યા હોવાની અને એક સિનિયર કાર્યકર્તા સાથે અલગ પ્રકારનો વ્યવહાર કરતા હોવાની પણ હૈયા વરાળ ઠાલવી હતી.

વધુમાં તેઓને ખોટી રીતે દબાવવામાં આવશે તો ભાજપના કાર્યકર્તા તરીકે તેઓ જાહેરમાં આપનો વિલોપન કરશે અને આપનો વિલોપન પહેલા તે કંઈકના રાજ ખોલશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ રાત્રે 11:30 એ મેયરની પોસ્ટથી ભાજપમાં હલચલ મચી ગઈ છે. અને તાત્કાલિક ગ્રુપ એડમીન દ્વારા તમામ પોસ્ટને ડીલીટ પણ મારવામાં આવી હતી.

ભાવનગરમાં ભાજપમાં સંગઠન અને ચૂંટાયેલા લોકો વચ્ચે ઘણા લાંબા સમયથી વિખવાદ ચાલે છે પૂર્વ પ્રમુખ અભય ચૌહાણની મેયર ભરતભાઈ નજીક હોવાથી તેમને કોઈ ગણતરીમાં લેવાતા ન હતા.
લારી-ગલ્લા વિભાગમાં એક કર્મચારી ભ્રષ્ટાચાર કરી લોકોને કનડતો હોવાથી તેની સામે મેયરે ફરિયાદ કરતા વિવાદ વકર્યો હોવાનું કહેવાય છે. મેયર સામાન્ય પરિવારમાંથી આવતા હોવાથી લારી-ગલ્લા બાબતે ભ્રષ્ટાચાર ન થાય તે પ્રકારનો મત ધરાવે છે.

ભાજપના પ્રભારી રત્નાકરજી ભાવનગર આવી રહ્યા છે અને તેમની સમક્ષ મેયર ફરિયાદ કરવાના હોવાથી તેમને રોકવા માટે દબાણ થતા મેયરે આવેશમાં આવી ભાજપના સોશ્યલ મિડિયા ગ્રુપમાં પોસ્ટ મુકી હતી જોકે પાછળથી તે ડિલીટી કરવામાં આવી હતી.

Tags :
Abhavnagarbhavnagar newsBJPgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement