રૂા.ચાર લાખની લાંચ લેતા પકડાયેલ ભરૂચના વકીલને રસ્તામાં હાર્ટએટેક
અરજદાર પક્ષે ચુકાદો અપાવવા 5 લાખની માંગણી કરી લાંચ સ્વીકરતા રંગે હાથ ઝડપાયો હતો
ભરૂચ કોર્ટમાં એસીબીએ ટ્રેપમાં વકીલ સલીમ મન્સુરી 4 લાખની લાંચ લેતા ઝડપાયો હતો. આરોપીને એસીબી વડોદરા લાવતી હતી તે દરમિયાન વકીલ સલીમ મન્સૂરીને હાર્ટ એટેક આવ્યો હતો. રસ્તામાં હાર્ટ એટેક આવતા આરોપી સલીમ મન્સૂરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.
મળતી માહિતી મુજબ, એક જાગૃત નાગરીક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં ભરૂચ કોર્ટમાં એસીબીએ ટ્રેપમાં વકીલ સલીમ મન્સુરી 4 લાખની લાંચ લેતા ઝડપાયો હતો. આરોપી સલીમ મન્સૂરીએ ફરિયાદીની તરફેણમાં ચુકાદો લાવવા માટે 4 લાખની લાંચ માગી હતી. એસીબીએ વકીલ સલીમ મન્સૂરીને રંગે હાથ ઝડપ્યો હતો. એસીબી દ્વારા આરોપીને વડોદરા લાવવતા જ રસ્તામાં વકીલ સલીમ મન્સૂરીને હાર્ટ એટેક આવ્યો હતો. રસ્તામાં હાર્ટ એટેક આવતા આરોપી સલીમ મન્સૂરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.
એક જાગૃત નાગરીક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં આરોપી તરીકે સલીમભાઇ ઈબ્રાહીમભાઇ મનસુરીએ 5 લાખ રૂૂપિયાની લાંચ માગી હતી. 4 લાખ રૂપિયાની લાંચ આરોપીએ સ્વીકારેલ હતી. એ.સી.બી. દ્વારા 4 લાખ રૂૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા. આ બનાવ જુની ભરૂૂચની મામલતદાર કચેરીની સામે બન્યો હતો. આ કામનાં ફરીયાદીનાં વિરુદ્ધ ભરૂૂચ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં 2022માં ગુનો દાખલ થયેલ હતો અને તેમનાં વિરુદ્ધમાં ચાર્જશીટ થઇ જતાં, ભરૂચનાં એડીશનલ ચીફ જયુડીશીયલ મેજી. સાહેબની કોર્ટમાં કેસ ચાલી રહેલ છે અને હાલ ફાઈનલ દલીલો બાકી પર છે. આ કામનાં આરોપી એ ફરિયાદીની તરફેણમાં જજમેન્ટ અપાવવા માટે રૂૂપીયા પાંચ લાખની લાંચની માંગણી કરેલ તે પૈકી આજરોજ રૂૂપિયા ચાર લાખ આપવાનો વાયદો થયેલો હતો.
પરંતુ ફરીયાદી લાંચનાં નાણા આપવા માંગતા ન હતા હોઇ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા, આજરોજ લાંચનાં છટકું ગોઠવ્યું હતું આ લાંચના છટકા દરમિયા આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચનાં નાણાંની માંગણી કરીને સ્વીકારતા એસીબીએ લાંચિયા વકીલને રંગેહાથ ઝડપ્યો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.