ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભરૂચના યુવકની આફ્રિકામાં લૂંટના ઇરાદે ગોળી મારી હત્યા

04:07 PM Mar 30, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

જંબુસર તાલુકાના સારોદ ગામના યુવાન સાહીલ અજીજ મુન્શીની હબસી લોકોએ આફ્રિકામાં ગોળી મારી હત્યા કરી છે. દક્ષિણ આફ્રિકામાં નીગ્રો જાતિના લોકોએ જંબુસરના સારોદ ગામના યુવકની હત્યા કરી લેતા તેના પરિવારમાં માતમ છવાયો છે. સાહિલ અઝીઝ મુનશી દક્ષિણ આફ્રિકામાં રોજગારી મેળવવા માટે સ્થાયી થયો હતો.

આફ્રિકાના દેશોમાં ઘણીવાર ભારતીયોને યેનકેન પ્રકારે મૃત્યુના શરણે જવું પડે છે. સારોદ ગામનાં સાહિલ અબ્દુલ અજીજ મુનશી નોકરીએથી છૂટીને પરત પોતાના ઘર તરફ ગાડીમાં જઈ રહ્યા હતો ત્યારે નીગ્રો જાતિના લોકોએ લૂંટવા માટે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પહેલા તો યુવકને ગોળી મારી શરીરના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. તેમ છતાં યુવકે હિંમત રાખીને ગાડી ચલાવી હતી. પરંતુ તેમનો પીછો કરી દૂર જઈને તેમની ગાડી ઉપર છ થી સાત ગોળીઓ ધરબી દીધી હતી. આમ, સાહિલને ગોળી વાગતા તેનું કરુણ મોત થયું હતું. બનાવની જાણ જંબુસર તાલુકામાં અને સારોદ ગામે વાયુવેગે ફેલાતા લોકોમાં શોક ની લાગણી જન્મી હતી. ભરૂૂચ જિલ્લાના ઘણા યુવાનો વર્ષોથી રોજગારી મેળવવા માટે દક્ષિણ આફ્રિકાના દેશોમાં જાય છે. પરંતુ ત્યાં તેમને નીગ્રો જાતિના લોકો લૂંટના ઇરાદે આવે છે અને ભારતીયોને નિશાન બનાવી મૃત્યુના શરણે લઈ જાય છે. જેના કારણે પરિવાર પર આફત આવી પડે છે. અત્રે ઉલ્લેખની આ બાબત છે કે સાહિલભાઈ મુનશી હાલ રોઝા કરી રહ્યો હતો. તેને પરિવારમાં સાત વર્ષની દીકરી અને ત્રણ વર્ષનો દીકરો છે.

Tags :
Africaafrica newsgujaratgujarat newsWorld News
Advertisement
Advertisement