For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નાગરિકોની સુરક્ષા મામલે બોલવાનો પાક.ને અધિકાર નથી: ભારતનું હલ્લાબોલ

05:56 PM May 24, 2025 IST | Bhumika
નાગરિકોની સુરક્ષા મામલે બોલવાનો પાક ને અધિકાર નથી  ભારતનું હલ્લાબોલ

Advertisement

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત હરીશ પુરી, સશસ્ત્ર સંઘર્ષમાં નાગરિકોનું રક્ષણ વિષય પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ખુલ્લી ચર્ચામાં બોલી રહ્યા હતા, જેમાં સંઘર્ષ વિસ્તારોમાં નાગરિકો, માનવતાવાદી કાર્યકરો, પત્રકારો અને સંયુક્ત રાષ્ટ્રના કર્મચારીઓ માટેના જોખમો જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

દરમ્યાન ભારતે પાકિસ્તાનની ઝાટકણી કાઢી અને તેના જુઠ્ઠાણાને ખુલ્લા પાડ્યા.આતંકવાદ પર પાકિસ્તાનના ઉપદેશ પછી ભારતે યોગ્ય જવાબ આપ્યો અને કહ્યું કે પાકિસ્તાન એક એવો દેશ છે જે નાગરિકો અને આતંકવાદીઓ વચ્ચે ભેદ પાડતો નથી. નાગરિકોની સુરક્ષા અંગેની ચર્ચામાં પાકિસ્તાનની ભાગીદારી આંતરરાષ્ટ્રીય સમુદાયનું અપમાન છે.

Advertisement

હરીશ પુરીએ કહ્યું પાકિસ્તાનના પ્રતિનિધિ દ્વારા ઘણા મુદ્દાઓ પર લગાવવામાં આવેલા પાયાવિહોણા આરોપોનો જવાબ આપવા માટે હું મજબૂર છું.થ સૌ પ્રથમ, ભારત દાયકાઓથી તેની સરહદો પર પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી હુમલાઓનો સામનો કરી રહ્યું છે.જે દેશ આતંકવાદીઓ અને નાગરિકો વચ્ચે ભેદ પાડતો નથી તેને નાગરિકોની સુરક્ષા વિશે બોલવાનો કોઈ અધિકાર નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement