રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભારતી આશ્રમ વિવાદ; ઋષિ ભારતી ગુરુ-શિષ્ય પરંપરામાંથી બહાર

04:16 PM Sep 02, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

વિશ્ર્વેશ્ર્વરી માતાજીને પણ રજા અપાઇ, મહામંડલેશ્ર્વર હરિહરાનંદ બાપુએ નોટિસ પ્રસિદ્ધ કરી

મહામંડલેશ્વર 1008 હરિહરાનંદ બાપુએ ગત 29 ઓગસ્ટ, 2024ના રોજ તેમના સેવકો સાથે સરખેજ ભારતી આશ્રમમાં ગાદી સંભાળ્યા બાદ સૌથી પહેલી મોટી કાર્યવાહી કરી છે. જેમાં ગત 31 ઓગસ્ટ, 2024ના રોજ મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ એક જાહેર નોટિસ આપી તેમના શિષ્ય ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી માતાજીને શ્રી ભારતી આશ્રમ, સરખેજ, જુનાગઢ, ગોરા, વાંકીયા તેમજ વારશા માં વિલ યાને વશિયત પ્રમાણે શ્રી લંબે નારાયણ આશ્રમ, સનાથલ માંથી રજા આપવાની સાથે ગુરુ શિષ્ય પરંપરામાંથી પણ મુક્ત કર્યા છે.

મહત્ત્વનું છે કે, ટ્રસ્ટીઓ દ્વારા ઠરાવ કરીને સરખેજ ભારતી આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે મહામંડલેશ્વર 1008 હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તિ કરી છે અને તેઓ આ આશ્રમના મહંત અને વારસદાર પણ છે. જેથી તેમણે સરખેજ ભારતી આશ્રમનો વહિવટ અને ગાદી સંભાળી છે.

અમો આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 શ્રી મહંત હરિહરાનંદ ભારતીજી મહારાજ ગુરુ શ્રી અનંત વિભૂષિત મહામંડલેશ્વર શ્રી શ્રી શ્રી 1008 સ્વામી શ્રી વિશ્વંભર ભારતીબાપુ, શ્રી ભારતી આશ્રમ સરખેજ, જુનાગઢ, ગોરા, વાંકીયા તેમજ વારસામાં વિલ યાને વસિયત પ્રમાણે શ્રી લંબે નારાયણ આશ્રમ, સનાથલ. અમો એ હરિદ્વાર મહાકુંભ મેળાં તારીખ 14.02.2020ના નામે રવજી ભગતને અમારા સંન્યાસ અખાડાની પરંપરા મુજબ તેનું નવું નામ ઋષિ ભારતી રાખેલ. આજે તારીખ 31.08.2024ના રોજ શ્રી ભારતી આશ્રમ, સરખેજ, જુનાગઢ, ગોરા, વાંકીયા તેમજ વારશા માં વિલ યાને વશિયત પ્રમાણે શ્રી લંબે નારાયણ આશ્રમ, સનાથલ માંથી રજા આપીને મુક્ત કરવામાં આવે છે. જેથી તેનું ઋષિ ભારતી નામ પણ રહેતું નથી, વધુમાં આજથી તે અમારી ગુરુ શિષ્ય પરંપરામાંથી પણ મુક્ત કરવામાં આવે છે. આજથી કોઈ પણ વ્યક્તિએ અમારા કે અમારી તમામ સંસ્થાઓનાથી તેઓની સાથે કોઈ પણ જાત ની લેવડ-દેવડ કરવી કે કરાવી નહીં છતાં જો કોઈ કાંઇ વ્યવહાર કરશે તો તેમાં અમારી કે અમારી સંસ્થા ની જવાબદારી રહેશે નહીં.

અમો આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 શ્રી મહંત હરિહરાનંદ ભારતીજી મહારાજ ગુરુ શ્રી અનંત વિભૂષિત મહામંડલેશ્વર શ્રી શ્રી શ્રી 1008 સ્વામી શ્રી વિશ્વંભર ભારતીબાપુ, શ્રી ભારતી આશ્રમ સરખેજ, જુનાગઢ, ગોરા, વાંકીયા તેમજ વારસામાં વિલ યાને વસિયત પ્રમાણે શ્રી લંબે નારાયણ આશ્રમ, સનાથલ. અમો એ અલ્હાબાદ મહાકુંભ મેળાં 2019ના નામે વિલાસબેન ને અમારા સંન્યાસ અખાડાની પરંપરા મુજબ તેનું નવું નામ વિશ્વેશ્વરી ભારતી (માતાજી) રાખેલ. આજે તારીખ 31.8. 2024ના રોજ શ્રી ભારતી આશ્રમ, સરખેજ, જુનાગઢ, ગોરા, વાંકીયા તેમજ વારશા માં વિલ યાને વશિયત પ્રમાણે શ્રી લંબે નારાયણ આશ્રમ, સનાથલ માંથી રજા આપીને મુક્ત કરવામાં આવે છે. જેથી તેનું વિશ્વેશ્વરી ભારતી (માતાજી) નામ પણ રહેતું નથી, વધુમાં આજ થી તે અમારી ગુરુ શિષ્ય પરંપરામાંથી પણ મુક્ત કરવામાં આવે છે. આજથી કોઈ પણ વ્યક્તિએ અમારા કે અમારી તમામ સંસ્થાઓનાથી તેઓની સાથે કોઈ પણ જાત ની લેવડ-દેવડ કરવી કે કરાવી નહીં છતાં જો કોઈ કાંઈ વ્યવહાર કરશે તો તેમાં અમારી કે અમારી સંસ્થા ની જવાબદારી રહેશે નહીં.

Tags :
Bharti Ashram Controversygujaratgujarat newsRishi Bharati
Advertisement
Next Article
Advertisement