બાર એસો.ની ચૂંટણીમાં ઉપપ્રમુખ પદે ભરતસિંહ જાડેજા અને સેક્રેટરી તરીકે પરેશ ગણાત્રા વિજેતા
લાઇબ્રેરી સેક્રેટરીમાં જયદેવસિંહ જાડેજા જ્યારે મહિલા અનામતની બેઠકમાં રાધાબેન રાવલિયા ચૂંટાયા
જામનગર બાર એસોસિયેશનની ચૂંટણી પહેલાં પ્રમુખ સેક્રેટરી અને ખજાનચી પદે બિન હરીફ વરણી થવા પામી હતી,જ્યારે કાલેે ઉપ પ્રમુખ પદ માટે તેમજ કારોબારી સહિતના અન્ય હોદ્દા માટેની આજે ચૂંટણી યોજાઇ હતી, જેનું મતદાન પૂર્ણ થયા બાદ મત ગણતરી કરવામાં આવી હતી જેમાં જામનગર બાર એસો. ના ઉપ પ્રમુખ તરીકે ભરતસિંહ જાડેજા(471 મત), જોઈન્ટ સેક્રેટરી તરીકે પરેશ ગણાત્રા(424 મત) તેમજ લાઇબ્રેરી સેક્રેટરીમાં જયદેવસિંહ જાડેજા (490 મત) ચૂંટાયા છે. ઉપરાંત મહિલા અનામતની બેઠકમાં રાધા બેન રાવલીયા(424 મત) વિજેતા જાહેર થયા છે.જામનગર બાર એસોસિયેશનની ચૂંટણીમાં સતત 12મી વખત પ્રમુખ પદે ભરતભાઇ સુવા ,સેક્રેટરી તરીકે મનોજ ઝવેરી અને ખજાનચી પદ માટે રુચિર રાવલ બિન હરીફ વિજેતા જાહેર થયા હતા. ઉપરાંત અન્ય બાકીના હોદ્દેદારોની આજે ચૂંટણી યોજાઇ હતી.
કુલ 1114 મતદારો હતા જે પૈકી 843 મતદારોએ મતદાન કર્યું હતું ચૂંટણી કમિશનર તરીકે એડવોકેટ કે.ડી. ચૌહાણ જ્યારે સહ ચૂંટણી કમિશનર તરીકે મીહીરભાઈ નંદા અને ભરતભાઈ ગોસાઈ એ સેવા આપી હતી.