બોટાદમાં મામી સાથેના આડા સંબંધમાં ભાણેજની હત્યા
મામી, મામા અને તેના દીકરાએ માથામાં હથિયારના ઘા ઝીંકી પતાવી દીધો, પોલીસે ત્રણેયને દબોચી લીધા
સગાઓમાં અંદરો-અંદર પ્રેમસંબંધ હવેના જમાનામાં સામાન્ય વાત થઈ પડી છે. આવા અંદરો-અંદરના સંબંધમાં મર્ડરની ઘટનાઓ પણ બનતી હોય છે, ગુજરાતમાં વધુ એક વાર આવી ઘટના બની છે જેમાં સગી મામી સાથે સંબંધ રાખવા જતાં ભાણિયાને મામાને હાથે મરવાનો વારો આવ્યો.
મૃતકની હત્યાનું કારણ સગા મામી સાથે આડાસંબંધો હોવાનું સામે આવ્યું છે જેના કારણે મામા, મામી અને તેનો દિકરાએ મળી તેના સગા ભાણીયાને ઘરે જ પતાવી દીધો હતો. જે મામલે મૃતકના ભાઈએ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે યુવાનની હત્યા કરનારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ બાબરા ગામના વતની અને બોટાદ જિલ્લાના કારીયાણી ગામે નાનપણથી મામા ના ઘરે રહેતા ભાણેજ દિલીપભાઈ ખાચરને તેના સગી મામી સાથે આડાસબંધો હતા. સમય જતાં સંબંધોમા તીરાડ પડતી ગઈ જેથી અનેક વાર ઝઘડા થતાં હતા. અને ત્યારબાદ ભાણેજ અને મામા વચ્ચે મકાન બાબતે ઝઘડો થતો હતો.અગાઉ થયેલ ઝઘડાની દાઝ રાખી ને મામા, મામી અને તેના દિકરો મળીને ભાણેજની હત્યા કરીને ફરાર થઈ ગયાં હતા.
37 વર્ષીય દિલિપ ખાચર નાનપણથી મામા દેવકુભાઈના ઘરે રહેતો હતો અને આ દરમિયાન તે મામીના પ્રેમમાં પડ્યો હતો, થોડા સમય સારુ ચાલ્યું પરંતુ પછીથી ઝગડા થવા લાગ્યાં હતા. મકાનની બાબતે મામી મંજુબેન અને સુરેશભાઈ, દેવકુભાઈ ધાધલ સાથે બોલાચાલી ઝગડો કરેલ જે ઘણા સમય થી માથાકૂટ ચાલતી હતી. જે ગત તારીખ 27ના રોજ ફરીવાર બોલાચાલી થઈ હતી. જેથી મામા દેવકુભાઈ ધાધલ, મામી મંજુબેન ધાધલ અને મામાનો દિકરો સુરેશ દેવકુભાઈ ધાધલે 27 જૂને સાંજના સમયે ભાણેજ દિલીપને તેના ઘરે માથામાં હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી ઘર બંધ કરી ફરાર થઇ ગયા હતા.આ દરમિયાન શિવરાજ ખાચરે ભાઈ દિલિપને ફોન કરવા છતાં પણ ન ઉપાડતાં શંકા પડી અને ઘેર જઈને તપાસ કરતાં લાશ મળી આવી અને પોલીસને જાણ કરી. શિવરાજ ખાચરે ફરીયાદ કરતા પોલીસને જણાવ્યું હતું કે દિલીપને મામી સાથે આડા સંબંધ હતા તેમજ મકાન બાબતે ઝઘડા થતાં હતા જેથી તેના મામા, મામી અને મામાના દિકરાએ હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણેય વિરૂૂધ્ધ કલમ 302 કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા શોધખોળ હાથ ધરી હતી.