ભગવતીપરાની સગીરા ગુમ થઇ, ઇન્સ્ટા.માં રીલ્સ વાયરલ થતા યુવક ભગાડી ગયાની શંકા
શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતી 17 વર્ષની તરૂૂણી લાપતા બની જતા પરિવારજનોએ શોધખોળ કરી હતી. પરંતુ ક્યાંય પત્તો લાગ્યો ન હતો. તરૂૂણીનું ઈન્સ્ટાગ્રામ જોતા તેમાં એક યુવકની રીલ્સ મળતા આ યુવક અપહરણ કરી ગયાની શંકા વ્યકત કરી તેના પિતાએ બી-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
તરૂૂણીના પિતાએ પોલીસને જણાવ્યું કે, તે મજુરી કામ કરે છે. તેને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. પત્ની સંતાનોને તેની પાસે મૂકી અન્ય સ્થળે રહેવા જતી રહી છે. ગઈ તા.28નાં તરૂૂણી ઘરેથી તેના પાટલા સાસુના ઘરે પ્લાસ્ટીકનું બેરલ લેવા જવાનું કહી નિકળ્યા બાદ તે ઘરે આવી નહોતી અને આ મામલે તેમને કોલ કરતા ફોન સ્વીચઓફ આવતો હતો અને પાટલા સાસુને કોલ કરતા તેઓએ પણ જણાવ્યું કે તમારી દીકરી અમારા ઘરે આવી નથી અને આમ દીકરી લાપતા બની હતી.
જેની શોધખોળ કરવા છતા કોઈ પત્તો લાગ્યો ન હતો. અંતે ફરિયાદ નોંધાવતા બી-ડીવીઝન પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કર્યો હતો. બીજી તરફ તરૂૂણીની ઈન્સ્ટાગ્રામ આઈડી પરિવારજનોએ જોતા તેમા એક યુવક જેનું નામ કલ્પેશ ઠાકોર છે તેની રીલ મુકેલી હતી.જેથી તે યુવક તરૂૂણીને ભગાડી ગયાની શંકા પરિવારજનોએ વ્યકત કરતા પોલીસે તપાસ શરૂૂ કરી છે.આ મામલે બી ડીવીઝન પીએસઆઇ ચૌધરી તપાસ ચલાવી રહ્યા છે.