રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખાંભા નજીક ખોડિયાર આશ્રમમાં ભગુડાના સાધુની જટા કાપી નાખી, 21 હજારની લૂંટ

01:35 PM Nov 18, 2024 IST | admin
Advertisement

બે અજાણ્યા સાધુએ તું ફર્જી સાધુ છો કહી હુમલો કર્યો, પોલીસ ફરિયાદ

Advertisement

ભગુડાના એક સાધુ ખાંભા નજીક ખોડિયાર આશ્રમમાં આરામ કરી રહ્યા હતા. ત્યારે ત્યા આવી ચડેલા બે સાધુએ તેની સાથે મારકુટ કરી હતી. તુ ફર્જી સાધુ છો તેમ કરી માથાની જટા કાપી નાખી રૂૂપિયા 21000ની લૂંટ ચલાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.આ ઘટના ગઈકાલે બપોરે એકાદ વાગ્યાના સુમારે ખાંભા નજીક રાજધાની ચોકડી પાસે આશ્રમમાં બની હતી. અહીં મંજુ માતાના ખોડિયાર આશ્રમમાં આરામ કરી રહેલા ભગુડાના ભોયરાધાર આશ્રમના અર્જુનગીરી વાળા( ઉ.વ.55) નામના સાધુ પર અર્જુનગીરી અને એક અજાણ્યા સાધુએ હુમલો કર્યો હતો.

બંને સાધુએ આશ્રમમાં આવી તેની સાથે માથાકુટ કરી તુ ફર્જી સાધુ છે. તેમ કહી મારકુટ કરી હતી. અને ગાળો દઈ મારી નાખવાની ધમકી આપી હતી. બંને અજાણ્યા સાધુએ બે કામ વચ્ચે અરાજકતા ફેલાય તેવી વાતો કરી તેમના માથાની જટા કાપી નાખી હતી. એટલું જ નહી બંને શખ્સોએ તેની ઝોળીમાં રહેલા 10850ની રોકડ એક મોબાઈલ તથા 300 ગ્રામ કાજુ-બદામ મળી 21 હજારની લૂંટ ચલાવી નાસી ગયા હતા. જે અંગે અર્જુનગીરી વાળાએ ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જટા કાપી તેનો વીડિયો પણ ઉતાર્યો બંને સાધુએ બપોરના સમયે આશ્રમમાં ઘુસી અર્જુનગીરીને મારમારી તેની જટા કાપતા હોય તેવો વીડીયો ઉતાર્યો હતો. અને બાદમાં તે સોશ્યલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો. ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

Tags :
bhagudabhagudanewsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement