For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાની તૃતિય રાષ્ટ્રીય લોક-અદાલતનું શ્રેષ્ઠ પરિણામ

11:37 AM Sep 16, 2025 IST | Bhumika
દેવભૂમિ દ્વારકા જિલ્લાની તૃતિય રાષ્ટ્રીય લોક અદાલતનું શ્રેષ્ઠ પરિણામ

દેવભૂમિ દ્વારકા જિલ્લાની આ વર્ષની તૃતીય રાષ્ટ્રીય લોકો અદાલત સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. જેમાં 3479 કેસોનો સુખદ નિવેડો આવ્યો છે જેમાં રૂૂ. 8,77,16,439 ના હુકમો કરવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની અદાલતોના કુલ પડતર કેસોમાં એક જ દિવસમાં 20.84 ટકાનો મહત્વનો ઘટાડો નોંધાયો છે.

Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ જસ્ટીસ એલ.એસ. પીરઝાદાના માર્ગદર્શન અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી એચ.એમ. પવાર તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન એસ.વી.વ્યાસની દેખરેખ હેઠળ દ્વારા આજરોજ શનિવારે જિલ્લામાં આવેલી તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત તેમજ સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીંટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અદાલતમાં ચાલતા હોય તેવા તમામ સમાધાન લાયક સિવિલ તથા ફોજદારી કેસો વિગેરે મળી, કુલ 731 કેસો મુકવામાં આવ્યા હતા. જેમાંથી 275 કેસોનો સમાધાન દ્વારા નિકાલ લાવવામાં આવ્યો છે. જેના કુલ 7,86,77,777ના હુકમો થયા છે.

આ ઉપરાંત પ્રિ-લીટીગેશન કેસોમાં 2441 કેસો પૈકી 1732 કેસોમાં સમાધાન દ્વારા નિકાલ દ્વારા રૂૂ. 90,38,663ના હુકમો થયા છે. ઉપરાંત ઉજાસ - એક આશાની કિરણ પ્રિ - લિટીગેશન મેટ્રીમોનિયલ ડીસ્પ્યુટ લોક અદાલત અંતર્ગત 124 કેસો પૈકી 69 કેસોનો નિકાલ થયો છે. જિલ્લામાં યોજાયેલી આ રાષ્ટ્રીય લોક અદાલત તથા સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીટીંગમાં કુલ 1747 કેસોના સુખદ નિકાલમાં રૂૂ. 7,86,77777 ના હુકમો થયા હતા. જેમાં કલ્યાણપુરમાં 360, ઓખામાં 349, ભાણવડમાં 124, અને દ્વારકામાં 413 કેસો ફેસલ કરવામાં આવ્યા છે. આમ, આ નેશનલ લોક અદાલતમાં કુલ 3479 કેસોનો સમાધાનકારી નિકાલ કરવામાં આવ્યો હોવાનું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવની યાદીમાં જણાવાયું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement