For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મદદ કરવાના બહાને ગ્રાહકો પાસેથી ATM કાર્ડ બદલાવી રૂપિયા ઉપાડી લેતી બેલડી ઝડપાઈ

06:17 PM Feb 06, 2024 IST | Bhumika
મદદ કરવાના બહાને ગ્રાહકો પાસેથી atm કાર્ડ બદલાવી રૂપિયા ઉપાડી લેતી બેલડી ઝડપાઈ

શહેરમાં પૈસા ઉપાડવા જતાં લોકોને મદદ કરવાના બહાને નજર ચુકવી એ.ટી.એમ. કાર્ડ બદલી પીન મેળવી એ.ટી.એમ. માંથી રકમ ઉપાડી છેતરપીંડી કરતા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા છે.શહેર ખાતેથી મીલ્કત સબંધીત ગુન્હાઓ ડીટેકટ કરવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સુચનાના પગલે ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ બે કે તેથી વધુ ચોરીના ગુન્હામાં પકડાયેલ આરોપીઓ ચેક કરવાની કામગીરીમાં તેમજ તાજેતરમાં અલગ અલગ જીલ્લામાં એ.ટી.એમ. કાર્ડ બદલી એ.ટી.એમ. ખાતેથી રુપીયા ઉપાડી લઇ છેતરપીંડીના બનાવ બનતા હોય જે અંતર્ગત અગાઉ ભકિતનગર પો.સ્ટે ખાતે આવી છેતરપીંડીમાં પકડાયેલ આરોપી ઉપર ટેકનીકલ સોર્સથી સતત વોચમાં રહેલ હોય તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે પણ આવી રીતે એ.ટી.એમ. બદલાવી રૂૂપીયા ઉપાડી લીધેલનો બનાવ બનેલ હોય અને ગુન્હો દાખલ થયેલ હોય જેથી આગાઉ પકડાયેલ અવનીશકુમારસિંહ શિવબાલકસિંહ સિંઘ અને રાકેશ સુખદેવ સાહ (રહે. બિહાર)ને ટેકનીકલ સોર્સના આધારે શોધી પકડી પોલીસ સ્ટેશન લાવી ચેક કરતા આરોપી પાસેથી અલગ અલગ બેન્કના 19 એ.ટી.એમ કાર્ડ, બે મોબાઇલ અને રૂૂ.40 હજારની રોકડ મળી આવેલ જે રોકડ રુપીયા બાબતે જેઓની યુકિત પ્રયુકિતપુર્વક પુછપરછ કરતા આરોપીઓએ રાજકોટ, ગોડલ, મોરબી, ગાંધીધામ, ભુજ ખાતે એ.ટી.એમ રૂૂમ ખાતે રકમ ઉપાડવા આવતા લોકો પાસેથી રકમ ઉપાડવા મદદ કરવાનું કહી એ.ટી.એમ. કાર્ડ બદલી લઇ પીન મેળવી બાદ વ્યકિતને રકમ ઉપડતી નથી તેમ જણાવી બાદ એ.ટી.એમ. કાર્ડમાંથી રકમ ઉપાડી લઇ છેતરપીંડી કરતા હોવાની તેમજ એ.ટી.એમ.માં રકમ જમા કરાવવા આવતા વ્યકિતની જાણ બહાર ટ્રાન્સજેકશન કેન્સલ કરી એ.ટી.એમ.માં રકમમાંથી કાઢી લઇ છેતરપીંડી કરતા હોવાની કબુલાત આપેલ છે અને આરોપીની આપેલ કબુલાત બાબતે વેરીફાય કરતા ગાંધીગ્રામ પોલીસ મથકનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement