રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આચારસંહિતા પહેલાં સરકારે 6 બ્રિજ માટે 186 કરોડ ફાળવ્યા

03:52 PM Mar 20, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજકોટ શહેરને સ્માર્ટસીટીનો દરજ્જો મળે તે માટે મહાનગરપાલિકા દ્વારા અનેક વિકાસના કામો શરૂ કરવામાં આવેલ છે. જે પૈકી ગત વર્ષે અનેક નવા અંડરબ્રીજ અને ઓવરબ્રીજ બનાવવામાં આવ્યા તેમજ નવા બ્રીજની જાહેરાત પણ કરાઈ હતી પરંતુ લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ થવાની હોય આ બ્રીજના કામો માટે ગ્રાન્ટ મળશે કે નહીં તેવું ચર્ચાઈ રહ્યું હતું ત્યારે જ સરકારે રાજકોટ શહેરમાં વધુ છ અંડરબ્રીજ અને ઓવરબ્રીજ માટે રૂા. 186 કરોડની ગ્રાન્ટ મહાનગરપાલકાને ફાળવી દેતા હવે આચારસંહિતા બાદ તમામ બ્રીજની ટેન્ડર પ્રક્રિયાનો માર્ગ મોકળો થઈ ગયો છે.

મહાનગરપાલિકાના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ લોકસભા ચુંટણીની આચારસંહિતા લાગુ થતાં હવે નવા કોઈ પ્રોજેક્ટની જાહેરાત થઈ શકતી નથી. હાલમાં જે કામ ચાલુ છે તે અને જે કામનું ખાતમુહુર્ત થયું છે તે પ્રોજેક્ટ ચાલુ રહેશે લગભગ અઢી માસ જેટલો સમય નવા કામની જાહેરાતમાં લાગશે જેમાં ખાસ કરીને અલગ અલગ સ્થળે છ બ્રીજ બનાવવાની જાહેરાત કરેલ અને તેના માટે સ્વર્ણીમ ગુજરાતમાંથી સરકાર પાસે ગ્રાન્ટ માગવામાં આવેલ આચારસંહિતા લાગુ થાય તે પહેલા જ સરકારે તમામ છ બ્રીજની ગ્રાન્ટ મંજુર કરી મહાનગરપાલિકાને ફાળવી દીધી હોવાનું જાણવા મળેલ છે. સરકારે અલગ અલગ છ બ્રીજ માટે અપસેટ પ્રાઈઝ મુજબ રૂા. 186 કરોડની ગ્રાન્ટ ફાળવેલ છે જેમાં કટારિયા ચોકડીએ તૈયાર થનાર આઈકોનીક બ્રીજ તથા કટારિયા ચોકડીથી સ્માર્ટસીટી સુધીના રોડ વચ્ચે આવતા હયાત ત્રણ બ્રીજનું રિવાઈડીંગ તથા ખોખળનદી ઉપર આવેલ બેઠાપુલના સ્થાને નવો બ્રીજ તેમજ સ્માર્ટસીટીના ડીપી રોડ ઉપર આવતા હોકલા ઉપર નવો બ્રીજ સહિતના છ બ્રીજ માટેની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે. બ્રીજ વિભાગમાંથી જાણવા મળેલ વિગત મુજબ કટારિયા ચોકડીના આઈકોનીક બ્રીજ માટેની ડિઝાઈન પણ તૈયાર થઈ ગયેલ છે. જ્યારે 1 મેથી સ્માર્ટસીટી ચાલુ થવાનું હોય કટારિયા ચોકડીથી સ્માર્ટસીટી તરફ જતાં રોડ ઉપર આવતા ત્રણ બ્રીજનું રિવાઈડીંગ કરાશે તેવી જ રીતે સ્માર્ટસીટીના ડીપી રોડનીવચ્ચે આવતા વોકળાઉપર નવો બ્રીજ બનાવવામાં આવસે.

ત્યારે ખોખડદર નદી ઉપર બ્રીજ બનાવવા માટેની જોગવાઈ બજેટમાં કરવામાં આવેલ હોય તેની ગ્રાન્ટ મળી જતા આ તમામ છ બ્રીજ માટે આચારસંહિતા પૂર્ણ થયા બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મનપા દ્વારા હાલ 610.29 કરોડના ચાલુ રહેલા કામો તેમજ ખાતમુહુર્ત કરવામાં આવેલા કામોનો પ્રારંભ કરાવમાં આવ્યો છે. તેમજ અનેક કામોના લોકાર્પણ થઈ ગયેલ હોય પરચુરણ કામ બાકી હોવાથી ટુંક સમયમાં આ પ્રોજેક્ટ પણ પૂર્ણ થઈ જશે જ્યારે સરકારે સ્વર્ણીમ ગુજરાત અંતર્ગત બ્રીજ બનાવવા માટેની ગ્રાન્ટ મહાનગરપાલિકાને આચારસંહિતા પહેલા ફાળવી દીધેલ હોય જૂન માસમાં છ બ્રીજના કામો પણ શરૂ થવાની શક્યતા જોવાઈ રહી છે.

નવા છ બ્રિજ બનશે
મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વધુ છ બ્રીજ બનાવવા માટે ગ્રાન્ટ માંગવામાં આવેલ જે અંતર્ગત સરકારે 186 કરોડની ફાળવણી આચારસહિતા પહેલા કરી દીધેલ હોય કટારિયા ચોકડી ખાતે રૂા. 138 કરોડના ખર્ચે આઈકોનીક બ્રીજ તથા ખોખડદર નદી ઉપર રૂા. 14.29 કરોડના ખર્ચે બ્રીજ તેમજ કટારિયા ચોકડીથી સ્માર્ટસીટી તરફ આવતા હયાત બ્રીજના રિવાઈડીંગ માટે રૂા. 20 કરોડ અને સ્માર્ટસીટીમાં તૈયાર થયેલ ડીપી રોડની વચ્ચે આવતા વોકળા ઉપર રૂા. 13.50 કરોડના ખર્ચે બ્રીજ બનાવવામાં આવશે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement