રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વડાપ્રધાનના આગમન પૂર્વે મુખ્ય માર્ગો ઉપર સઘન સાફસફાઇ હાથ ધરાઇ

01:29 PM Feb 23, 2024 IST | Bhumika
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રપ ફેબ્રુઆરીએ ઓખા-બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં નિર્માણ થયેલ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવા હાલારના પ્રવાસે આવનાર છે જે અંતર્ગત ર4 ફેબ્રુઆરીએ તેમનું જામનગરમાં આગમ થવાનું છે ત્યારે તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. ખાસ કરીને વડાપ્રધાનનાં પ્રવાસનાં રૃટ તથા સંભવિત રોડ-શોના રૃટ પર રસ્તાનાં સમારકામ, કલર કામ વગેરે કામ વાયુવેગે સંપન્ન કરવામાં આવ્યા છે. એરોડ્રામ રોડ પર રસ્તાની સમાંતર બેરિકેડ અને રેલીંગ મૂકવામાં આવ્યા છે. ખોડિયાર કોલોની થી લાલ બંગલા સર્કલ સુધીમાં ઉભા રહેતાં લારી-ગલ્લા વાળાઓને પણ હટાવી દેવામાં આવ્યા છે અને રોડ તેમજ બન્ને સાઈડો પર પણ સાફ સફાઈ કરવામાં આવી છે. સાત રસ્તાથી સુભાષ બ્રીજ સુધીના નિર્માણાધીન ઓવરબ્રીજની સાઈટ ઉપર પણ હંગામી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સાત રસ્તા સર્કલમાંથી પતરાની આડશો હટાવીયુદ્ધનાં ધોરણે ડામર રોડ કરી દેવામાં આવ્યો છે. વડાપ્રધાનના આગમનને લીધે સત્તાધીશોમાં અને વહીવટી તંત્રમાં વિદ્યુત જેવી સ્ફૂર્તિ જોવા મળી રહી છે એ નિહાળી જનતા આનંદિત છે અને એવું પણ વિચારે છે કે આવી જ સ્ફૂર્તિ કાયમ તંત્ર કાર્ય કરતું હોય તો...? ઝડપનું નામ જાદુ છે. વડાપ્રધાનને શહેરની ઝળહળતી ઝાંખી કરાવવા રાતોરાત શહેરને ચકચકીત કરી દેવામાં આવ્યું છે. પરંતુ જાદુ ભ્રમનો ખેલ છે એ યાદ રાખવું જરૃરી છે. વડાપ્રધાન વર્ષમાં ર-3 વખત શહેર આવે તો જામનગરીઓને સમયાંતરે આવા જાદુ જોવા મળે અને એ બહાને ઝડપી વિકાસ થાય એવો લોકમત પ્રગટ થઈ રહ્યો છે.

Advertisement

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement