ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રક્ષાબંધન પૂર્વે બહેનના એકના એક ભાઇનો ગળેફાંસો ખાઇ આપઘાત

04:11 PM Aug 19, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

યુનિવર્સિટી રોડ પર શીવ સંગમ બંગલામાં રહેતા કારખાનેદારના આપઘાતથી પરિવારજનો હતપ્રભ

ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન પૂર્વે જ રાજકોટમાં બહેનના એકના એક કરખાનેદાર ભાઈના મોતથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.યુનિવર્સિટી રોડ પર શિવ સંગમ સોસાયટીમાં રહેતા બહેનના એકના એક ભાઈએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવાન શાપરમાં કારખાનું ચલાવતો હતો તેણે ક્યાં કારણસર આ પગલું કરી લીધું તે અંગે પરિવારજનો અજાણ હોય પોલીસે યુવાનના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. બીજી તરફ રક્ષાબંધન પૂર્વે જ યુવાને આ -પગલું ભરી લેતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

મળતી વિગતો મુજબ,યુનિવર્સિર્ટી રોડ પર શિવ સંગમ સોસાયટી શેરી નંબર-3 બંગલા નંબર 95 માં રહેતા પાર્થ અશોકભાઈ વોરા(ઉ.વ 27) નામના યુવાને ગઈકાલ રાત્રિના ઘરે છતના હુકમાં દોરી વડે ગળાફાંસો ખાઇ લીધો હતો.જે અંગેની જાણ થતા તુરંત 108 ને જાણ કરવામાં આવી હતી.108 ના ઇએમટી અહીં આવી જોઈ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો. બનાવના પગલે ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ જાડેજાએ અહીં પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી જરૂૂરી કાર્યવાહી કરી હતી.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,પાર્થ એક ભાઈ એક બહેનના પરિવારમાં મોટો હતો અને તે શાપરમાં કારખાનું ચલાવતો હોવાનું માલુમ પડ્યું છે. યુવાને ક્યાં કારણોસર આ પગલું ભરી લીધું તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે યુવાનના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. રક્ષાબંધન પર્વ પૂર્વે જ એકના એક ભાઈએ અંતિમ પગલું ભરી લેતા પરિવાર આધાતમાં સરી પડ્યો છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsRakshabandhanRakshabandhan 2024
Advertisement
Advertisement