રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બેડી યાર્ડ ચણા અને ઘઉંથી ઊભરાયું

04:10 PM Mar 14, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ માર્કેટ યાર્ડમાં ચણા, ઘઉં, ધાણા સહિતની શિયાળુ જણસોની ચિક્કાર આવક થતાં રાજકોટ યાર્ડ કૃષિ જણસોથી ભરાઈ ગયું હતું.માર્કેટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું હતું કે, આજે એક જ દિવસમાં દોઢ લાખ મણ ચણા અને 75 હજાર મણ ઘઉંની આવક થવા પામી હતી.રાત્રે કૃષિ જણસો ભરેલા કુલ 1550થી વધુ વાહનો આવતા યાર્ડ બહાર વાહનોની કતાર લાગી ક્રમવાર વાહનોને માર્કેટ યાર્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો આ તમામ જણસી વ્યવસ્થિત રીતે ઉતરે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.

Advertisement

આજે ચિક્કાર આવકો વચ્ચે ઘઉં લોકવનનો ભાવ રૂા. 384થી રૂા. 535 અને ઘઉં ટુકડાનો ભાવ રૂા. 503થી રૂા. 610 બોલાયો હતો. જ્યારે પીળા ચણાના ભાવ રૂા. 1000થી રૂા. 1120 સુધી બોલાયા હતાં.શિયાળુ જણસો સાથે હજુ પણ કપાસ અને મગફળી જેવી ખરીફ ખેત પેદાશોની આવકો પણ માર્કેટયાર્ડમાં ચાલુ રહેવા પામી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement