રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

તારે કારણે મારે જીઇબીમાં દંડ ભરવો પડ્યો કહી યુવાન પર કૌટુંબિક ભત્રીજાનો હુમલો

04:07 PM Jul 23, 2024 IST | admin
Advertisement

આજી ડેમના વડાળી ગામનો બનાવ: સામા પક્ષે યુવાન ઘવાયો

Advertisement

આજીડેમ પાસે વડાળી ગામે રહેતા ખેડુત પર જીઇબીના દંડ મામલે કૌટુબિક ભત્રીજાએ પાઇપ વડે હુમલો કર્યો હતો. આ અંગે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વડાળી ગામે રહેતા વલ્લભભાઇ મોહનભાઇ ગોરૈયા (કોળી) (ઉ.વ.35)એ ફરિયાદમાં રવિ સોનાભાઇ ગોરૈયાનું નામ આપતા તેમના વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. વલ્લભભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વલ્લભભાઇ સાંજના પાંચેક વાગ્યે વાડીએથી ગામમાં બાળકોને સ્કુલેથી લેવા જતા હતા ત્યારે ધમાભાઇ પટેલની વાડી પાસે પહોંચતા કૌટુબિક ભત્રીજો રવિ આવ્યો હતો અને કહેતો હતોકે તમે જીઇબીમાં પકડાવ્યા બાદ દંડ ભરવો પડ્યો છે કહી બોલાચાળી થઇ હતી અને રવિ ગામો બોલતો હોય તેમને ગાળો બોલવાની ના પાડતા રવિ ઉશ્કેરાયો હતો અને તેમણે પાઇપ વડે હુમલો કરતા આજુબાજુના લોકો ત્યાં આવી ગયા હતા અને 108ને જાણ કરી વલ્લભભાઇને સિવિલમાં ખસેડ્યા હતા.જ્યારે સામાપક્ષે રવિએ આક્ષેપ કર્યો હતો કે વલ્લભે લાકડી અને પથ્થર વડે પોતાને મારમાર્યો છે જેથી તે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. આ અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Tags :
ajidemattactgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement