રણમલ તળાવનું 3.88 કરોડના ખર્ચે થશે બ્યુટીફિકેશન
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટી બેઠક ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં મનપાના બજેટમાં જોગવાઈ કરેલ કામોને અગ્રતા સાથે મજૂરીની મ્હોર મારવામાં આવી હતી.આ બેઠકમાં શહેરના વિવિધ વિકાસના કામો માટે રૂૂ.81 કરોડ 5 લાખના મજૂર કરવામાં આવ્યા છે. જેમાં રણમલ તળાવ પાર્ટ.2 અને પાર્ટ.3ના વિકાસના કામ માટે રૂૂ.3882 ખર્ચને મજૂર કરેલ છે. જુદા જુદા પમ્પીગ સ્ટેશનના કામો માટે રૂૂ 105 લાખના કામોને મંજૂરી આપી હતી.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કેન્ટ્રક્શન ઓફ પમ્પીગ સ્ટેશનમાં મોનસુનના મેન્ટેનન્સ ના કામ માટે કમિશનરની રૂૂ.35 લાખના ખર્ચેને મજૂર કરવામાઆવ્યું હતું. તેમજ પંપિંગ સ્ટેશન ગાંધીનગર,કાલાવડ ગેઇટ,વ્હોરા હજીરા પાસે સીવેજ પમ્પીગ સ્ટેશન તેમજ પાસે ઇલેક્ટ્રીક મિકેનિકલ મશીન વધારો કરવા ના કામ માટે રૂૂ.34.86 લાખના કામને મંજૂરકરેલ હતું આ ઉપરાંત અમૃત યોજના ની ગ્રાન્ટનો અન્ય સરકારી યોજના ચાલતા મહાનગરપાલિકાના કામો માટે ડિઝાઇન કરવાની સુપરવિઝનના પ્રોજેક્ટ માટે કમિશનની જે દરખાસ્ત પ્રોજેક્ટ મેનેજમેન્ટ ક્ધસ્ટ્રકશનની રજૂ કરાઈ હતી તેમના માટે નું ખર્ચ રૂૂ. 34.86 લાખનું મંજૂર કરાયું હતું.
મહાનગરપાલિકા સંચાલિત સ્પોટર્સ કોમ્લેક્સમાં આવેલ સ્વીમીંગ પુલના મેન્ટેનન્સ માટે રૂૂ. 12.86 લાખના ખર્ચે મંજૂર કરાયું હતું મહાનગરપાલિકા ખાતે આઉટ સોસિગ એજન્સી અંગે ની મુદત એક વર્ષ વધારવાની મંજૂર કરાઇ હતી. તેમજ આશાપુરા મંદિર ધુવાવ નાકા પાસે હયાત ગઢની રાંગના રિપેરીગ કામ માટે રૂૂ. 25.5 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો કેન્દ્ર અને રાજ્ય સરકારની અમૃત ગ્રાન્ટ લેક પાર્ટ ટુ અને થ્રી ના કામ માટે રૂૂ. 3,882 લાખના ખર્ચને મંજૂર કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના23.24 અંતરર્ગત માર્કેટયાર્ડ અને વોર્ડ નંબર પાંચમાં મંગલબાગ શેરી નંબર 1 થી 4 તેમજ ઇન્દિરા માર્ગ પર પસાર થઈ આહિર વિદ્યાર્થી ભવન થઈ કેનાલ સુધીના સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ બનાવવા માટે કમિશનની જે દરખાસ્ત હતી કે પેન્ડિંગ રાખવામાં આવી છે. જ્યારે જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2023 24 શહેરી સડક યોજના ની ગ્રાન્ટાનું અંતર્ગત વોર્ડ નંબર 15 મથુરા નગર શેરી નંબર 1 થી 12 માં સીસી રોડ બનાવવાના કામ અંગે રૂૂ 18.62 લાખના ખર્ચને મંજૂર કરાયું છે એ જ રીતે વિરલબાગ અને દાદા દાદી ગાર્ડનના કમ્પાઉન્ડ રોલ બનાવવાનું કામ રૂૂપિયા 10.6 લાખનું મંજૂર કરાયું છે આ ઉપરાંત સ્વસ્તિક સોસાયટીના ગાર્ડનમાં પણ કમ્પાઉન્ડના કામના ખર્ચ રૂૂ14.44 લાખ ને મંજૂર કરાયું છે.તેમજ સિવિલ સાઉથ ઝોન વોર્ડ નંબર 16 વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં સીસી રોડ અને સીસી બ્લોક નું કામ માટે રૂૂ.2 કરોડ ખર્ચ મંજૂર કરાયું છે. વોર્ડ નંબર 15 શંકર ટેકરી વલ્લભનગરમાં કોમ્યુનિટી હોલ તથા મહિલા સ્નાનગર બનાવવા માટે સાંસદ પૂનમબેન માડમ ની સો ટકા ગ્રાન્ટનું ખર્ચ રૂૂપિયા 8 લાખ મંજૂર કરાયું છે તે જ રીતે શંકર ટેકરી માલુભા ચોક પાસે જેલની દીવાલ પાસે સીસી રોડ બનાવવાનું માટે સાંસદ પૂનમબેન માડમની સો ટકા અન્વયે રૂૂ 4 લાખના ખર્ચેને મંજૂર કરાયું છે. આ ઉપરાંત આદર્શસ્મશાન ગુહમાં કમાઉન્ડ હોલ બનાવવા માટે પણ સાંસદ પૂનમબેન માડમની સો ટકા ગ્રાન્ટ અંગે રૂૂ 10 લાખનું ખર્ચ મંજૂર કરાયું છે આંતરમાળખાકીય સુવિધા અંતર્ગત વોર્ડ નંબર 9 પંજાબ બેંક થી અણદાબાવા ચકલા સુધી, લીમડા લાઇન ગુરુદ્વારા સામેની શેરી શિવ શક્તિ પાન તેમજ સ્ટર્લીંગ એજન્સી સુધી સાતત્ય મકાન સુધી, પંચેશ્વર ટાવર થી ચાંદી બજાર થી રોડ સીસી રોડ નું સુપર માર્કેટના ખુણાથી જયશ્રી ટોકીઝ થઈ શંકર વિજય પાન સુધી સીસી રોડ નું કામ પોસ્ટ ઓફિસ ની બાજુમાં સોઢા ડેલામાં સીસી રોડનું કામ અંગે રૂૂ. 163.86 લાખના ખર્ચને મંજૂર કરાયું હતું.
આ જ રીતે વોર્ડ નંબર પાંચમાં પંચવટી સોસાયટી મેઇન રોડ સીસી રોડ અને પાર્ક કોલોની જયત એપાર્ટમેન્ટ વાળી શેરી, કુમારહેર આર્ટ વાળી શેરીમાં સીસી રોડના માટે રૂૂ 24.15 લાખ ને મંજૂર કરાયું હતું વોર્ડ નંબર 16માં આશીર્વાદ દીપ સોસાયટી થી જામનગર રાજકોટ હાઈવે રોડ સુધીનાસીસી રોડના કામના માટે રૂૂ. 341 લાખના ખર્ચને પણ મંજૂર અપાઈ હતી. વોર્ડન. 11 મા સુજાતા ઇન્ડટીઝ થી વિભાપર મેઈન રોડને જોડતા રોડ ઉપર સીસી રોડ બનાવવાના કામ માટે રૂૂપિયા 61.56 લાખના ખર્ચને મંજૂર કરાયું છે કનસુમરા ગામમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલ જુના સરવે નંબર 83 થી 88 નંબરમાંથી પસાર થતાં 27 મીટર પહોળો સીસી રોડ બનાવવા ના કામ અંગેરૂૂ 223.33 લાખના ખર્ચને પણ મંજૂર કરાઈ છે.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મેયર વિનોદ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, તેમજ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો ,કમિશ્નર ડી.એન.મોદી, સીટી ઈજનેર ભાવેશ જાની, ડેપ્યુટી કમિશનર યોગીરાજસિંહ ગોહિલ,આસી કમિશનર જીજ્ઞેશ નિર્મળ સહીત અધિકારીઓ હાજર રહેલા હતા.