રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

માર્ચમાં માવઠા માટે તૈયાર રહેજો : અંબાલાલ

03:48 PM Feb 26, 2024 IST | Bhumika
Advertisement

ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી છે. દ.ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં કમોસમી વરસાદ ખાબકશે. તેમાં રાજ્યના વાતાવરણમાં મોટા ફેરફારો આવશે. આગામી 1થી 5 માર્ચ કમોસમી વરસાદની આગાહી છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાદળવાયુ, આંધી, તોફાનની શક્યતા છે. ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

Advertisement

દ.ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી છે. તેમજ ઠંડા અને ગરમ પવનો એકબીજા સાથે ટકરાતા વાતાવરણ પલટાશે. એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ સર્જાતા વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સના કારણે અમદાવાદનું વાતાવરણ પણ પલટાશે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે પવનો ફૂંકાશે. તેમજ 5થી 15 માર્ચ દરમ્યાન પણ વાતવરણમાં ફેરફારો થશે.રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. જેમાં પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનું જોર વધ્યું છે. તેમજ રાજ્યમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો છે. શહેરોના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. 8 શહેરોનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નીચે ગયુ છે. તાપમાન સામાન્યથી 3 ડિગ્રી ઓછુ નોંધાયું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 12.1 ડિગ્રી, ગાંધીનગરમાં 11.5 ડિગ્રી, રાજકોટમાં 11.9 ડિગ્રી, કેશોદમાં 12.3 ડિગ્રી તાપમાન રહ્યું છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે ઘણાં બધાં રાજ્યોના હવામાનમાં પલટો આવશે. ગુજરાતના પાડોશી રાજ્યોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ફરી આજથી તાપમાનમાં ધીમે ધીમે વધારો થવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે .

પહાડોમાં હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હીના હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે. હવામાન વિભાગે સોમવારે દિલ્હી-એનસીઆરમાં વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ, રાજધાનીમાં વાદળછાયું આકાશ અને ઝરમર વરસાદ રહેશે જેના કારણે તાપમાનમાં ફરી એકવાર ઘટાડો થશે. હવામાન વિભાગની ફરી એકવાર રાજ્યના વાતાવરણને લઈ આગાહી સામે આવી છે. આગાહી મુજબ આગામી એક સપ્તાહમાં રાજ્યભરમાં વાતાવરણ સુકુ રહેશે.

Tags :
gujaratgujarat news
Advertisement
Next Article
Advertisement