રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બાજુવાળો તમારી પતંગ કાપી ન જાય તે જોજો, ધીરૂભાઈ સરવૈયાનો કટાક્ષ

04:05 PM Sep 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ભાજપની સદસ્યતા અભિયાન કાર્યક્રમ દરમિયાન હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાએ કહ્યુ હતું કે, તમે બધા એક બનો, નેક બનો અને આમાં એવું છે કે, તમે પતંગ ઉડાડો, પણ રાજકોટમાં તમારી બાજુવાળો પતંગ કાપી જાય. કોઈ લાંબો દોરો કરીને ન કાપે. ધીરુભાઈ સરવૈયા બોલ્યા હતા કે, તમારી પતંગ તમારું બાજુ વાળો જ કાપી જાય. પડખેવાળાને માપે રાખજો.

સાંસદ પરસોત્તમ રૂૂપાલા, રાજ્ય સભાના સાંસદ રામ મોકરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાની હાજરીમાં ધીરુભાઈ સરવૈયાએ આવું કહ્યું હતું. અગાઉ પરસોત્તમ રૂૂપાલાએ કહ્યું હતું કે, જૂના કાર્યકર્તાને ન ભૂલતા અને હવે ધીરુભાઈ સરવૈયાએ કટાક્ષ કર્યો.

ભારતીય જનતા પાર્ટી દ્રારા હાલમાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે.ભાજપના રાષ્ટ્રીય નેતાઓથી લઇને સ્થાનિક નેતાઓ સદસ્યતા અભિયાનમાં જોડાઇ રહ્યા છે. આ અભિયાન અંતર્ગત બુધવારે રાજકોટ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાજપના વરિષ્ઠ આગેવાન અને રાજકોટના સાંસદ પરષોત્તમ રુપાલાની અધ્યક્ષતામાં સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના તમામ શ્રેણીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
Dhirubhai Sarvaiyagujaratgujarat news
Advertisement
Next Article
Advertisement