રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ચેતતા રહેજો: ફાકીના બંધાણીએ મોઢું ખૂલતું બંધ થઇ જતા કર્યો આપઘાત

05:18 PM Mar 13, 2024 IST | Bhumika
Advertisement

શહેરમાં વ્યસનીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં રૈયાધાર વિસ્તારમાં આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા યુવાને ફાંકીના વ્યસનના કારણે મોઢું બંધ થઈ જતા ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં રૈયાધાર વિસ્તારમાં આવેલા 13 માળિયા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા પ્રવીણ શામજીભાઈ જાદવ નામનો 25 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે સાંજના સાતેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક પ્રવીણ જાદવ બે ભાઈમાં નાનો હતો. તેને સંતાનમાં એક પુત્રી છે. અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પ્રવીણ જાદવનું ફાકીના વ્યસનના કારણે મોઢું નહીં ખુલતા ઝેરી દવા પી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement