ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ક્યુઆર કોડ સ્કેન કરતા પહેલાં સાવધાન! માર્કેટમાં આવ્યું સ્ક્રેચ કાર્ડ સ્કેમ, ક્લિક કરતાં જ ખાતું ખાલીખમ

06:02 PM Jan 07, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા લોકોને ગઠિયાથી સાવચેત રહેવા કરી અપીલ

Advertisement

રાજકોટ સહીત ગુજરાતભરમાં ઓનલાઈન છેતરપિંડીનો નવો કીમિયો ગઠિયાઓ અજમાવી રહ્યા છે જેમાં ક્યુઆર કોડ એટલે ક્વિક રિસ્પોન્સ કોડ તમે કોઈપણ દુકાનમાં જઈને ક્યુઆર કોડ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરનાર લોકો આ કૌભાંડનો શિકાર બની રહ્યા છે. જેને લઇ રાજકોટ સાઈબર ક્રાઈમની ટીમે લોકોને સાવચેત રહેવા અપીલ કરી કેટલીક બાબતો ઉપર ધ્યાન રખવા જણાવ્યું છે.

આ રીતે છેતરપીંડી કરતી ટોળકીની મોડેસ ઓપરેન્ડી એવી છે કે, કોલ ડિલિવરી બોય તમારી પાસે આવશે અને દાવો કરશે કે તે એમેઝોન, ફ્લિપકાર્ટ અથવા અન્ય કોઈ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મનો છે. તમને એક સ્ક્રેચ કાર્ડ આપશે જેમાં ક્યુઆર કોડ હશે. ઘણા કિસ્સાઓમાં એવું પણ સામે આવ્યું છે કે, ગઠીયાઓ જણાવે છે કે ઓફર માત્ર વફાદાર ગ્રાહકોને જ આપવામાં આવી રહી છે. આ સ્ક્રેચ કાર્ડથી તમને અલગ અલગ ઇનામો જીતવાનો દાવો કરે છે. ઉપરાંત કાર્ડને સ્ક્રેચ કર્યા પછી તમને 5000 અથવા 10,000 રૂૂપિયા મળી શકે છે.

ક્યુઆર કોડ સ્કેન કરતા ફોન ડેટા, બેંક વિગતો, અંગત ફોટા અને અન્ય ઘણી મહત્વપૂર્ણ માહિતી આ સ્કેમર પાસે પહોચી જાય છે. ક્યુઆર કોડ સાથે જોડાયેલા અનેક લોકો આ કૌભાંડનો શિકાર બની રહ્યા છે.ત્યારે સાઈબર ક્રાઈમ દ્વારા કેટલીક બાબતોમાં ધ્યાનમાં રાખવા અપીલ કરી છે. જેમાં કોઇપણ ક્યુઆર કોડ સ્કેન કરતા પહેલા અથવા ચુકવણી કરતા પહેલા, વિગતો તપાસવી આવશ્યક છે. અજાણી વ્યક્તિ તમને મેસેજ/ઈમેલ દ્વારા ક્યુઆર કોડ મોકલે તો તેને સંપૂર્ણપણે અવગણો.કોઈપણ ક્યુઆર કોડ સ્કેન કર્યા પછી હંમેશા યુઆરએલ ને સારી રીતે તપાસો.

જો તમે ક્યુઆર કોડ સ્કેન કરીને કોઈ ચોક્કસ વેબસાઈટ અથવા એપ પર લોગઇન કરો છો, તો તમારે વેબસાઈટની અધિકૃતતા તપાસવી.

Tags :
Cybercrimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement