રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વર્ચસ્વની લડાઇ: રાષ્ટ્રીય કરણી સેના અને શ્રી રાજપૂત કરણી સેનાના વડાઓ વચ્ચે અથડામણ

11:12 AM Jul 13, 2024 IST | admin
Advertisement

શિવસિંહ શેખાવત અને મહિપાલ મકરાણા દ્વારા સામસામા ગોળીબારના આક્ષેપ

Advertisement

રાજસ્થાન, યુ.પી., મધ્યપ્રદેશ અને ગુજરાત સહિતના રાજ્યોમાં મોટો વ્યાય ધરાવતી ક્ષત્રિય સમાજની બે ટોચની સંસ્થાઓ રાષ્ટ્રીય કરણીસેના અને શ્રી રાજપૂત કરણી સેનાના ટોચના હોદેદારો વચ્ચે વર્ચસ્વની ચાલી રહેલી લડાઇ હવે લોહિયાળ બની છે અને જયપુરમાં ગઇકાલે સાંજે રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ શિવસિંહ શેખાવત તથા શ્રી રાજપૂત કરણી સેનાના મહિપાલ મકરાણાના જૂથો વચ્ચે અથડામણ થતા સામસામા ગોળીબારના પણ આક્ષેપો થયા છે.

આ અથડામણમાં મહિપાલ મકરાણાને બંદૂકના કુંદાથી માથામાં મારવામાં આવતા તેમને ઇજા થઇ હતી. મકરાણા સહિત ચારની ધરપકડ પણ કરવામાં આવી છે.

રાજપૂત સમાજના બે મોટા નેતાઓ રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ શિવસિંહ શેખાવત અને શ્રી રાજપૂત કરણી સેનાના મહિપાલ મકરાણા વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદમાં ગોળીબાર થયો છે. બંને પક્ષોએ એકબીજા પર ફાયરિંગનો આરોપ લગાવ્યો છે. આ વિવાદમાં મહિપાલ મકરાણા ઘાયલ થયા છે. રાજસ્થાનની રાજધાની જયપુરના ચિત્રકુટમાં શિવસિંહ શેખાવતના કાર્યાલયમાં આ ઘટના બની હતી.

મળતી માહિતી મુજબ શિવ સિંહ શેખાવત પર ફાયરિંગ કરવામાં આવ્યું છે.
જો કે તેને ગોળી વાગી ન હતી. ગોળીબાર દરમિયાન શિવ સિંહ બચી ગયો હતો. ચાર બદમાશોએ ફાયરિંગ કર્યું હતું. પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લીધા છે.

શિવસિંહ શેખાવતને ઘણા સમયથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. રાષ્ટ્રીય કરણી સેનાનું કાર્યાલય જયપુરના ચિત્રકૂટ વિસ્તારમાં છે. આ સમગ્ર ઘટના આ ઓફિસમાં જ બની હતી. શ્રી રાજપૂત કરણી સેના અધ્યક્ષ મહિપાલ મકરાણા રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ શિવ સિંહ શેખાવતના જ કાર્યાલય પર પહોંચ્યા હતા.

કહેવાય છે કે સુખદેવ સિંહ ગોગામેડીના મૃત્યુ બાદ શિવ સિંહ શેખાવત અને મહિપાલ મકરાણા વચ્ચે રાષ્ટ્રીય કરણી સેના પર વર્ચસ્વને લઈને વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારબાદ મકરાણાએ બીજી પાર્ટી પણ બનાવી લીધી હતી. હાલમાં પોલીસે મહિપાલ મકરાણાની ધરપકડ કરી છે.

જ્યારે શિવ સિંહે મહિપાલ સિંહ મકરાણા પર ફાયરિંગનો આરોપ લગાવ્યો છે, તો મહિપાલ સિંહ મકરાણાએ પણ શિવ સિંહ પર ફાયરિંગનો આરોપ લગાવ્યો છે. શ્રી રાજપૂત કરણી સેનાના પ્રદેશ પ્રમુખ મહિપાલ મકરાણાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

શિવ સિંહે કહ્યું કે થોડા દિવસ પહેલા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ગોળીબાર દરમિયાન, મહિપાલને કાબૂમાં લેવા માટે, બંદૂકધારીએ બંદૂકના બટથી હુમલો કર્યો, જેમાં મકરાનાને ઈજા થઈ છે.
મળતી માહિતી મુજબ, શિવ સિંહ શેખાવતે આરોપ લગાવ્યો છે કે સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં મહિપાલ મકરાણાનો હાથ છે. શેખાવતે એક નિવેદન જાહેર કરીને આરોપ લગાવ્યો છે કે મકરાના નશામાં ધૂત તેમની ઓફિસ પહોંચ્યા હતા અને વાતચીત દરમિયાન મકરાનાએ ગોળીબાર કર્યો હતો.

શેખાવતે વધુમાં જણાવ્યું હતું કે મકરાનાએ મારી હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. અમે બધા સુશાંત સિંહ રાજપૂત કેસને લઈને મળ્યા હતા. અચાનક મકરાના ઓફિસમાં ઘૂસી ગયા અને ગોળીબાર કર્યો હતો. પછી મારા બંદૂકધારીએ તેમને તેમની રાઈફલના બટથી તેમને માર્યા હતા. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Tags :
gujaratgujarat newsindiaindia newsMPMPNEWSrajputkarni
Advertisement
Next Article
Advertisement