રાજકોટ જિલ્લામાં જળાશયો- નદી- તળાવમાં નાહવા, સેલ્ફી-ફોટો-વીડિયો પર પ્રતિબંધ
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ જળાશયો, સિંચાઈ યોજના, નદી, તળાવ, પુલ કે નીચાણવાળા મળીને 95 જેટલા વિસ્તારોમાં પ્રવેશ કરીને ન્હાવા પર તેમજ તટ કે પાળી પર પહોંચીને જોખમી રીતે સેલ્ફી લેવા, કેમેરા કે મોબાઈલથી શૂટિંગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ચોમાસામાં પાણીમાં ડૂબી જવાની બનતી ઘટનાઓ નિવારવાના હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.કે. ગૌતમ દ્વારા જાર કરાયેલા આદેશોમાં જણાવાયું છે કે, આજી નદી, આજી ડેમ, ઊંડ ડેમ તથા નદી, ડોંડી નદી, સારણ નદી, આજી-3 સરોવર, ન્યારી ડેમ-2, ઘેલ નદી, ખોડીયાર માતાના મંદિરની ધાર પાસે ઢોલરાના રસ્તાની બાજુમાં, રાદડીયા ડેમ અને ઠીબકીયું તળાવ, ન્યારી-1 ડેમ, વાસ વાડી નદી, હીરાબા સરોવર વાગુદડ રોડ, ન્યારી નદી-કાંગશીયાળી ગામ પાસે, મવડી પાળ રોડનો પુલ અને જખરાપીર મંદિરનો પુલ, ભાદર-1 સિંચાઈ યોજના, સુરવો સિંચાઈ યોજના, છાપરવાડી-2 સિંચાઈ યોજના, વડીયા ડેમ, સાંકરોળી, ઉબેણ, ભાદર નદી, નારપાટ ચેકડેમ, ભાદર ડેમ કેનાલ, નવાગઢ સરધારપુર તળાવ, નાની સિંચાઈ યોજના, ભાદર-1, છાપરવાડી-1, મોતીસર સિંચાઈ યોજના, ખારાનો ડેમ, ફોફળ નદી, વાસાવડી નદી, કોલપરી નદી, ગોંડલી નદી, કરમાળ ડેમ, છાપરવાડી-2, છાપરવાડી નદી ઉપર આવેલી બેઠી ધાબી, સુલતાનપુરી નદી, વેરી તળાવ, આશાપુરા ડેમ, વાછપરી સિંચાઈ યોજના ડેમ, ગોંડલી સિંચાઈ યોજના, કરમાળ સિંચાઈ યોજના ડેમ, મોતીસર સિંચાઈ યોજના ડેમ, અરડોઈ નદી, દેતળીયા નદી, ધોરાજી શહેરમાં આવેલા તળાવ તથા કોઝ વે, ભાદર-2 ડેમ તથા નદી કાંઠા વિસ્તારના ઉમરકોટ, વેગડી, છાડવાવદર, ભોળા, ભુખી, ભલગામડા, સુપેડી વગેરે ગામો, ભાદર-1 સિંચાઈ યોજના કેનાલ અને ફુલઝર નદી, પાટણવાવ ગામે ઓસમ ડુંગર, ગણોદ ચેકડેમ અને કોઝ વે, ઉપલેટાનો ચેકડેમ, ખાખીજાળીયા ચેકડેમ, સેવંત્રા ચેકડેમ, નાગવદર ચેકડેમ, મોજ સિંચાઈ યોજના, વેણુ-2 સિંચાઈ યોજના, કમઢ તળાવ, ખીરસરા,અરણી, કોલકી, પડવલા, જામટીંબડી, વડાળી, પાનેલી, વડેખણ, વાવડી નેસ, ફોફળ-1, જામદાદર જેવી સિંચાઈ યોજના, ભાદર નદી પટનો વિસ્તાર, ફોફળ વેસ્ટ વિયર, સોડવદર ડેમ, રામપર તરકાસર વચ્ચે નદી, આઘીયા સિંચાઈ યોજના, આલણસાગર ડેમ, આંબરડી, ગોખલાણા અને કનેસરા સિંચાઈ યોજના, રાજાવડલા જસ સિંચાઈ યોજના, શિવસાગર ડેમ, વિરનગર સિંચાઈ યોજના, કર્ણુકી ડેમ, ઈશ્વરીયા ડેમ, દેવધરી, હાથસણી, કોટડા, પાનેલિયા, પાટીયાળી, રેવાણીયા, સરતાનપર, વનાળા, ઓરી, નાનામાત્રા અને ગોરૈયા સિંચાઈ યોજના વગેરે જગ્યાએ સ્નાન, સેલ્ફી કે ફોટો-વીડિયો શૂટિંગ કરી શકાશે નહીં. હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર ઠરશે.