For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તરણેતરનો ભાતીગળ મેળો યોજાશે, કલેકટરે યોજેલી બેઠકમાં લેવાયેલો નિર્ણય

05:05 PM Aug 31, 2024 IST | Bhumika
તરણેતરનો ભાતીગળ મેળો યોજાશે  કલેકટરે યોજેલી બેઠકમાં લેવાયેલો નિર્ણય
Advertisement

સુરેન્દ્રનગરમાં વિશ્વવિખ્યાત તરણેતરનાં મેળાને લઈ જીલ્લા કલેક્ટર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. તેમજ આગામી સમયમાં મેળાનાં આયોજન માટે જીલ્લા કલેક્ટરનાં અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં તરણેતરનો ભાતીગળ મેળો યોજવા નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગરમાં વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો દર વર્ષે યોજાય છે. મેળાને લઈ જીલ્લા કલેક્ટરનાં અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. તરણેતર ખાતે આગામી સમય દરમ્યાન મેળો યોજાશે. મેળાને લઈ રસ્તા, પાર્કિગ સહિતનાં મુદ્દે સૂચના આપવામાં આવી રહી છે.તેમજ કાયદો અને વ્યવસ્થાનાં ભાગરૂૂપે સબંધિત અધિકારીઓ સાથે સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું. આગામી તરણેતર ખાતે 6 થી 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે મેળો યોજાશે. પશુ સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમ બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરાઈ છે. તેમજ કુંડ અને તળાવ ફરતે તરવૈયા સહિતની ટીમ તૈનાત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

આ બાબતે સરપંચે જણાવ્યું હતું કે, આજે બધા જ સાંસદ, ધારાસભ્યો, એસપી સહિતનાં અધિકારીઓની હાજરીમાં તરણેતર ખાતે મીટીંગ બોલાવવામાં આવી હતી. આગામી સંજોગોમાં હવે ખાસ વરસાદ નહી પડવાનો જે વિષય છે. એનાં સંદર્ભે તરણેતરનો મેળો યોજવાનો બધાએ સર્વસંમતિથી નિર્ણય કરલે છે. જેની કામગીરી આજથી ચાલુ થશે. જે તે સમયે ખૂબ વધારે વરસાદ થયો હતો. જે તે સમયે ખૂબ વધારે વરસાદ થયો હતો. હવે આગામી સમયમાં કોઈ વાવાઝોડાની સ્થિતિ ઉભી થવાની નથી. જેથી મેળો સર્વ સંમતિથી યોજવાનું બધાએ નક્કી કરેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement