For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બારની ચૂંટણી : એક્ટિવ પેનલને જીતનો વિશ્ર્વાસ

05:27 PM Dec 21, 2023 IST | Bhumika
બારની ચૂંટણી   એક્ટિવ પેનલને જીતનો વિશ્ર્વાસ

પૂર્વ પ્રમુખ બકુલ રાજાણીની પેનલ દ્વારા યોજાયેલા મહાસંમેલનમાં બહોળી સંખ્યામાં વકીલો ઉમટી પડયા

Advertisement

રાજકોટ બાર એસોસિએશન 2024ની સાલની ચૂંટણીમાં ધારાસભા લોકસભાની ચૂંટણી જેવો અજીબ માહોલ ઊભો થયો છે. ચૂંટણીમાં સ્પર્ધામાં રહેલી એક્ટિવ પેનલ અને સમરસ પેનલના આગેવાનો વચ્ચે જબરો પ્રચાર જંગ ચાલી રહ્યો છે, તેમાં એક્ટિવ પેનલના પ્રમુખપદના ઉમેદવાર અને બાર એસો.માં અગાઉ સતત બે વખત ચૂંટાઈને ત્રણ વર્ષ સુધી પ્રમુખપદે રહેલા બકુલ રાજાણી અને સાથી ઉમેદવારોને જુદા જુદા વકીલ મંડળો દ્વારા ભારે સમર્થન મળી રહ્યું છે. એક્ટિવ પેનલ દ્વારા આયોજિત મહાસમેલનમાં વકીલો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અને એક્ટિવ પેનલને ચૂંટણી જંગમાં જીતાડવા વકીલોએ કોલ આપ્યો છે.

ભરવાડ, કોળી સમાજના વકીલોનો એક્ટિવ પેનલ સાથે રહેવાનો કોલ
રાજકોટ બારની ચુંટણીમાં છેલ્લા દિવસોમાં રસાકસી થઈ રહેલ છે. એકટીવ પેનલ સામાવાળી પેનલને પછાડવા માટે પોતાના મતો અંકે કરવા સમાજોને સંગઠીત કરી રહેલી છે. ભરવાડ સમાજ અને કોળી સમાજના વકીલો સંગઠીત થઈ એકટીવ પેનલને ટેકો જાહેર કરેલ છે. ભરવાડ સમાજ તથા કોળી સમાજે એકત્રીત થઈ એકટીવ પેનલ પોતાના સમર્થનમાં આવતી હોઈ આ વખતે તમામ વકીલોએ એકટીવ પેનલને મત આપી જંગી બહુમતી જીતાડવા માટેનો કોલ આપેલ છે.

Advertisement

નોટરી એસો.નું એક્ટિવ પેનલને સમર્થન
બાર એશોસીએસનની કાલે યોજાનારી ચુટણી સંદર્ભે નોટરી એસોશીએસનની મીટીંગ મળેલી જેમા નોટરી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહી અને એકટીવ પેનલને ટેકો આપી જંગી બહુમતીથી ચુટી કાઢવાનુ આહવાન કરેલું છે.નોટરી એશોસીએશનના પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલે જણાવેલ કે એકટીવ પેનલના પ્રમુખ સહિત ઉમેદવારો વકીલોની ખડેપગે રહે છે. કોઈ વકીલોને તકલીફ પડે તો તુરંત તેઓની સાથે રહી તેના પ્રશ્નનો નીકાલ કરે છે. જેથી તેઓને મત આપી વિજય બનાવવા આપણી ફરજ છે.તેવી જ રીતે નોટરી એશોસીએસનના ઉપપ્રમુખ યોગેશભાઈ ઉદાણીએ બકુલભાઈએ સારી કામગીરી કરેલા છે કોરોના કાળમાં પણ રેગ્યુ કોર્ટે આવી કામ કરેલ છે. ધીમંતભાઈ જોશીએ એકટીવ પેનલને વિજય અપાવવો જ જોઈએ અને તેઓ કામ કરશે તેની ખાત્રી આપેલી છે. રમેશભાઈ ધોડાસરા તથા મહેશ્વરીબેન ચૌહાણે પણ એકટીવ પેનલને જંગી બહુમતીથી જીતાડવાની સૌને અપીલ કરી છે. આમ તમામ નોટરી મીત્રોએ એકટીવ પેનલને સમર્થન આપી તેઓને વિજય બનાવવા સાથ સહકાર આપી એકટીવ પેનલની તરફેણમાં મતદાન કરવાની ખાત્રી આપેલી છે. આ મીટીંગનુ સંચાલન હસમુખભાઈ જોષીએ કરેલું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement