For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાર એસો.ની ચૂંટણી : સમરસ પેનલને જબરું સમર્થન

05:10 PM Dec 16, 2023 IST | Bhumika
બાર એસો ની ચૂંટણી   સમરસ પેનલને જબરું સમર્થન

મધ્યસ્થ કાર્યાલયે દરરોજ સાંજે વકીલોનો જમાવડો : મહાસંમેલન યોજી ખુલ્લો ટેકો

Advertisement

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં લીગલ સેલ સમર્પિત સમરસ પેનલ અને પૂર્વ પ્રમુખ બકુલ રાજાણીની એક્ટિવ પેનલ વચ્ચે ખરા-ખરીનો જંગ જામ્યો છે ત્યારે મતદાર વકીલો પોતાની પેનલને જીતાડવા કમરકસી રહ્યા છે ત્યારે લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલને ઠેર ઠેરથી સમર્થન મળી રહ્યું છે અને સમરસ પેનલના ઉમેદવારોને જીત અપાવા કાર્યકરો મહેનત કરી રહ્યા છે. અને વકીલો દ્વારા સમરસ પેનલને જીતાડવા સમેલનો યોજી રહ્યા છે.

ભાજપના સિનિયર નેતા વજુભાઇ વાળાએ પાઠવી શુભેચ્છા
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ તથા ભારતીય જનતા પાર્ટીના બે વખત પ્રમુખ રહી ચૂકેલા તેમજ ગુજરાત રાજ્યના સૌથી વધારે બજેટ રજૂ કરવાનો જેનો વિક્રમ છે એવા ગુજરાત ભાજપના સિનિયર નેતા વજુભાઈ વાળા દ્વારા ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહી શકેલ ન હોઈ તેથી તેઓએ લીગલ સેલના ક્ધવીનર પિયુષભાઈ શાહને સંબોધીને પત્ર લખી સમરસ પેનલને શુભેચ્છા પાઠવી છે

Advertisement

કોળી સમાજના વકીલો દ્વારા સમરસ પેનલને જીતાડવાનો કોલ
રાજકોટ બારની ચુંટણી અનુસંધાને કોળી સમાજના તમામ વકીલો દ્વારા સમરસ પેનલના સમર્થનમા સમરસ પેનલના મધ્યસ્થ કાર્યાલયે વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા. અને કોળી સમાજના તમામ એડ્વોકેટ ભાઈઓ, બહેનો દ્વારા સમરસ પેનલને ખુલ્લો ટેકો આપ્યો હતો. સમરસ પેનલમાથી કોળી સમાજના યુવા એડ્વોકેટ રણજીતભાઈ મકવાણા કારોબારી સભ્ય તરીકે ઉમેદવારી કરતાં હોય, કોળી સમાજના તમામ એડ્વોકેટ ભાઈઓ - બહેનોએ તેને જીતાડી સમરસ પેનલના તમામ ઉમેદવારોને જંગી લીડથી જીતાડવા માટેનું આહવાન કરેલું. આ મિટિંગમાં કોળી સમાજના સીનીયર, એડવોકેટ હરેશભાઈ પરસોડા, રાહુલભાઈ મકવાણા, પંકજભાઈ મકવાણા, વિજયભાઈ બાવળીયા, ટિંકલબેન બાવળીયા, કાજલબેન ખસમાણી, નીકીતાબેન બાવળીયા, શોભાનાબેન ડાભી, મમતાબેન મકવાણા સહિતના હાજર હતા.

નાગરિક સહકારી બેંક લી.ના પેનલ એડવોકેટસનું યોજાયું સંમેલન
લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલના વિરાણી હાઇસ્કુલ ખાતેના મધ્યસ્થ કાર્યાલયે રાજકોટ નાગરીક સહકારી બેંક લી.ના પેનલ એડવોકેટસનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં રાજકોટ શહેર ભાજપના મહામંત્રી તેમજ રાજકોટ નાગરીક સહકારી બેંક લી.ના ડીરેકટર માધવભાઈ દવે, કાર્તિકેયભાઈ પારેખ, કીર્તિદાબેન જાદવ, અધિકારી જીજ્ઞેશભાઈ દવેએ હાજર રહી વકીલોના આ મહાસંમેલનને સંબોધન કર્યું હતું. આ સંમેલનમાં શહેર ભાજપના લીગલ સેલના સંયોજક પિયુષભાઈ શાહ, બેંકના ડીરેકટર તેમજ ધોરાજીના મદદનીશ સરકારી વકીલ કાર્તિકેયભાઈ પારંખ, ભુતપૂર્વ જીલ્લા સરકારી વકીલ તેમજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વરિષ્ઠ આગેવાન જી.કે. ભટ્ટ, અધિવકતા પરિષદના જયેશભાઈ જાની, પ્રશાંતભાઈ જોશી, વોર્ડ નં. 11 ના પ્રભારી પરેશભાઈ ઠાકર, સરકારી વકીલ રક્ષિતભાઈ કલોલા, આબિદભાઈ સોસન, અશ્વિનભાઈ મહાલીયા, જીતેન્દ્રભાઈ પારેખ, હિમાંશુભાઈ પારેખ, નાગરીક સહકારી બેંક લી. ના પેનલ એડવોકેટ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

યુવા વકીલોનું સાંજે સંમેલન : અનેક કાર્યક્રમો યોજાશે
સમરસ પેનલનાં સમર્થનમાં મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે રાત્રે 8 વાગ્યે યુવા વકિલ મહાસંમેલન યોજાવા જઈ રહીયુ છે. જેમાં અનેકવિધ આકર્ષણોનો સમાવેશ કરવામાં આવેલ છે, યુવા વકિલો પોતાની ટેલેન્ટ રજુ કરી શકે તે માટે સુંદર પ્લેટફોર્મ પુરુ પડાશે, કરાઓકે દ્વારા અવનવા ગીતોનો ગુલદસ્તો રજુ કરવાની તક પણ મળશે, જ્ઞાનવર્ધક કવિઝ દ્વારા સાથે ફન વીથ ગેઈમ્સમાં વિજેતા થનાર તમામને ઈનામોથી નવાઝવામાં આવશે. આ શીયાળાની કુલ ગુલાબી ઠંડીમાં કેમ્પ ફાયરનાં સથવારે પ્રેક્ષકો માટે શેરડી, જીંજરા, ચીકીની લહેજત સાથે અન પ્લગ નામનો તમામને પસંદ પડે તેવો ધમાકેદાર કાર્યક્રમ પણ માણશે. ઉમેદવારો સાથે યુવા વકિલોને ફોટોગ્રાફી કરવા માટે ખાસ સેલ્ફીઝોન બનાવવામાં આવેલ છે. આ અવનવા કાર્યક્રમને માણવા માટે યુવા વકિલોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા એડવોકેટ હર્ષિલ શાહ, ભુવનેશ શાહી, હેમાંશુ પારેખ, સંદીપ વેકરીયા, કૈલાશ જાની, હર્ષ ઘીયા, સ્ત્વન મહેતા, રાજન કોટેચા, દિપ વ્યાસ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement