For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાર એસો.ની ચૂંટણીનો જંગ જામ્યો : એક્ટિવ પેનલનો ઝંઝાવાતી પ્રચાર

04:41 PM Dec 14, 2023 IST | Bhumika
બાર એસો ની ચૂંટણીનો જંગ જામ્યો   એક્ટિવ પેનલનો ઝંઝાવાતી પ્રચાર

ગુજરાત મિરર મીડિયા હાઉસની મુલાકાતે આવેલી એક્ટિવ પેનલે વકીલોના હિતમાં ખડે પગે કામગીરી કરવાની આપી ખાત્રી

Advertisement

રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં લીંગલ સેલ પ્રેરિત સમરસ પેનલને હંફાવવા સ્વતંત્ર ઉમેદવારી નોંધાવનાર પૂર્વ પ્રમુખ બકુલ રાજાણી અને પૂર્વ ઉપપ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા સહિતનાં સ્વતંત્ર ઉમેદવારોએ એક જૂથ થઈ પોતાની એકટીવ પેનલની જાહેરાત કરતાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. એકટીવ પેનલે ચૂંટણી ફ્રચાર શરૂ કરતાની સાથે જ ‘ગુજરાત મિરર’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણી જંગ ચરમ સીમાએ પહોંચેલ છે. બન્ને પેનલના ઉમેદવારો અને ટેકેદારો એક બીજાને પાડી દેવા ભરપૂર મહેનત કરી રહેલ છે. આજે સવારે એકટીવ પેનલે કોર્ટ કંપાઉન્ડમાં વકીલો ભાઈ બહેનોને ગાંઠીયા જલેબી, ખવડાવી ચૂંટણીનાં ગણેશ કર્યા હતાં.

Advertisement

એકટીવ પેનલ તેના સમર્થકો દ્વારા ફોજદારી કોર્ટ કંપાુન્ડમાં 600 થી વધુ ભાઈ બહેનોને એકત્ર કરી પોતાનું સામર્થ્ય અને તાકાત બતાવતા શક્તિ પ્રદર્શન કર્યુ હતું. એકટીવ પેનલ એક તરફી ચૂંટણીમાં જીતી રહેલ હોવ્નું વાતાવરણ બની રહેલ છે. સૌરાષ્ટ્રનાં પાટનગર એવા રાજકોટ હર હંમેશ વકીલોની ચૂંટણીમાં જંગલ જામતો હોય છે. આ વખતે એકટીવ પેનલના સમર્થનમાં અનેક વકીલોએ પોતાના ફોર્મ ખેંચી અને એકટીવ પેનલને જાહેરમાં સમર્થન કરતાં એકટીવ પેનલનું પલડું ભારે થઈ થયું હોવાનું સ્પષ્ટ થયેલ છે. આ વખતે તમામ બાર એસોસીએશન પણ પોતાના સમર્થકોને એકટીવ પેનલને જીતાડવા માટે આદેશ કરી રહેલા હોવાનું જાણવા મળેલ છે. તેમજ મહિલા બાર એસોસીએશનના ત્રણસોથી વધુ મહિલાઓએ મીટીંગ કરી અને આ વર્ષે કોઈપણ સંજોગોમાં એકટીવ પેનલના તમામ ઉમેદવારોને ચૂંટી કાઢવા મહિલા ધારાશાસ્ત્રીઓમાં લાકડીયો તાર ફેરવી દીધેલ છે. આ વર્ષે એકટીવ પેનલ નવા જુની કરવાના મુડમાં હોય તેવું જણાઈ આવે ચે અને પુરી તાકાતથી પોતાની જીત મેળવવા અથાગ પરીશ્રમ કરી પ્રચાર કરી રહેલ છે.

પ્રમુખ પદના દાવેદાર બકુલ રાજાણી
એકટીવ પોનલના પ્રમુખ પદના ઉમેદવાર બકુલ રાજાણી વકીલ આલમમાં કાકા અને 108ની છાપ ધરાવે છે. કાકાના હુલામણા નામથી ઓળખાતા બકુલ રાજાણઈ પણ ભત્રીજાઓને હર હંમેશ કોઈપણ કામ હોય ત્યારે સમય જોયા વગર તાત્કાલીક કામ કરી આપતા બકુલ રાજાણી (કાકા) 2001માં સ્વ.બળવંતસિંહ રાઠોડ તેમજ અશ્ર્વિન ભટ્ટ સાથે મળીને જુનિયર બાર એસોસીએશનની સ્થાપના કરેલ.

બકુલ રાજાણીને 108નું બિરૂદ મળેલ છે. તેમજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવામાં આવતી સિવિલ જજની પરીક્ષા માટે વકીલો માટે સતત 2 માસ સુધી જુદા જુદા જજ દ્વારા કાયદા વિષયક અને પરીક્ષા લક્ષી માર્ગદર્શન પુરૂ પાડેલ હતું. તેમજ સતત 3 વર્ષ સુધી પ્રમુખ પદ ઉપર બકુલ રાજાણી રહેલ તે સમયે તેઓ વકીલોના હિત માટે કરી ઈતિહાસ રચ્યો હતો.

ઉપપ્રમુખ ઉમેદવાર સિધ્ધરાજસિંહ જાડેજા
એક્ટિવ પેનલના ઉપપ્રમુખ પદના ઉમેદવાર સિધ્ધરાજસિંહ કે.જાડેજા લબ્ધ પ્રતિષ્ઠિત રાજકોટ બાર એસોસીએશનમાં ‘કારોબારી સભ્ય’ થઈ લઈ વિવિધ હોદ્દાઓ ઉપર આઠ વાર જંગી બહુમતિથી ચુંટાયેલા છે. તેમજ રાજકોટ બાર એસોસીએશન દ્વારા આયોજીત વિવિધ પ્રવૃતિઓમાં અગ્રેસર રહે છે. રાજકોટ બાર એસોસીએશન દ્વારા આયોજીત તમામ ‘લીગલ સેમીનાર’માં કૂનેહપૂર્વક આયોજન કરી સફળ બનાવવામાં મહત્વનો ભાગ ભજવેલ છે.
સિધ્ધરાજસિંહ કે.જાડેજા બિનવિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવે છે તેમજ અજાતસત્રુ તથા મિલનસાર સ્વભાવનાં લો પ્રોફાઈલ વ્યક્તિ છે તેઓ હંમેશા સુમેળભર્યા વાતાવરણમાં કામ કરતાં આવ્યા છે અને વકીલોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈ તેમના પ્રશ્ર્નોને અગ્રતાક્રમ આપી તાત્કાલીક નિર્ણય લઈ નિકાલ લાવે છે એટલે જ તેમને 108 વકીલ મિત્રોમાં કહે છે. ‘બાપુ’ના હુલામણા નામથી ઓળખાતા સિધ્ધરાજસિંહ કે.જાડેજા વકીલોની સમસ્યાઓ ઉકેલે છે.

સેક્રેટરી પદના ઉમેદવાર સુમિતકુમાર વોરા
સુમીતકુમાર ધીરજલાલ વોરા પાટીદાર સમાજમાં મોખરાનું સ્થાન ધરાવે છે. તેઓ વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થા સાથે જોડાઈને સેવાકીય પ્રવૃતિઓ કરતાં આવ્યા છે, તેઓ સને 2014-15 અને 2015-16માં કારોબારી સભ્યમાં વર્ષ 2021-22માં લાયબ્રેરી સેક્રેટરી તરીકે જંગી બહુમતીથી વિજેતા થઈ રાજકોટ બાર એસોસીએશનમાં સફળતા પૂર્વક પોતાની જવાબદારી નિભાવી ચુકેલ છે.

જોઈન્ટ સેક્રેટરી પદના દાવેદાર કેતન મંડ
તેઓ વર્ષ 2002થી વકીલાત ક્ષેત્રે કામગીરી કરી રહ્યાં છે. તેમજ રાજકોટ શહેરના જાણીતા તેમજ પ્રતિષ્ઠિત સિનિયર એડવોકેટ આર.એમ.વોરોતરીયા સાથે વકીલાતની શરૂઆત કરેલ હતી, હાલ નોટરી અને એડવોકેટ તરીકે રેવન્યુ અને સિવિલ રાહે સ્વતંત્ર પ્રેકટીસ કરી રહ્યાં છે અને આહીર વૈચારીક ક્રાંતિગ્રુપ, ગુજરાત આહીર કેળવણી મંડળ, જનકલ્યાણ ટ્રસ્ટ, આહીર લીગલ ફોરમ, આહીર સંસ્કૃતિ ફોરમ, વોઈસ ઓફ લોયર્સ, એલએસએફ રેવન્યુ આર એસોસીએશન, રાજકોટ ડીસ્ટ્રીકટ બાર એસોસીએશન, જેવા અનેક એસોસીએશન સાથે સંકળાયેલ છે.

લાઈબ્રેરી સેક્રેટરીના ઉમેદવાર સંજય જોષી
રાજકોટના યુવા અને લોકપ્રિય એડવોકેટ સંજય જે.જોષી(સંજુબાબા) તેઓ ગુજરાત નોટરી ફેડરેશનના ક્ધવીનર(સ્થાપક) છે,અને નોટરીના પશ્નો માટે અલગઅલગ સરકારી ઓથોરીટી સમક્ષ રજુઆતો કરતા રહે છે.
ટે્રઝરર પદના ઉમેદવારએકટીવ પેનલમાંથી ટ્રેઝરર પદના ઉમેદવાર તરીકે દિવ્યેશ છગએ ઉમેદવારી નોંધાવેલ છે. દિવ્યેશ છગ રેવન્યુમાં બહોળો અનુભવ મેળવેલ છે. આ ઉપરાંત એમ.એ.સી.પી.માં પણ ઘણા સારા ચુકાદા મેળવેલ છે. છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ નાગરીક સહકારી બેંકો ઓફ ઇન્ડીયા તથા ગુજરાત ગેસમાં પેનલ એડવોકેટ તરીકે સેવા આપેલ છે. તથા આરબીટ્રટર તરીકે સેવા આપો રહયો છું.

ડાંગર વિમલકુમાર
એકટીવ પેનલના કારોબારી સભ્યપદના ઉમેદવાર વિમલ ડાંગર વર્ષ-2009થી વકીલાત ક્ષેત્રે કામગીરી કરી રહ્યા છે. તેઓ આહિર વૈચારીક કાંતી,ગુજરાત આહિર કેળવણી મંડળ,જન કલ્યાણ ટ્રસ્ટ,શ્રી ચામુંડા ચેરીટેબલ ટ્રસ્ટમાં સક્રીય કામગીરી કરી રહયા છે.ઉપરાંત રેવન્યુ બાર એસોસીયેશન,આહિર લીગલ ફોરમ,રાજકોટ ડિસ્ટ્રીકટ બારમાં કાયમી સભ્ય હોય વકીલોના પ્રશ્નોને વાચા આપી રહયા છે.

તુષાર દવે
એડવોકેટ તુષાર દવે સિવિલ ક્રિમિનલ રેવન્યુ પ્રેક્ટિસ તરીકે કામગીરી ચાલુ છે સિનિયર જુનિયર એડવોકેટ્સમાં મિત્રતા ધરાવે સ્વ. અભયભાઈ ભારદ્વાજ નીચે જુનિયર કામગીરી કરેલ છે રાજકોટ બાર ભાજપ લીગલ સેલમાં 2008 2009 વોર્ડ નંબર 3ના ક્ધવીનર તરીકે કામગીરી કરેલ છે હાલ તેઓએ એક્ટિવ પેનલ માંથી કારોબારીમાં ઉમેદવારી નોંધાવેલ છે.

હિરલબેન જોષી
હિરલબેનએ રાજકોટ રેવન્યુ બાર એસોસિયેશનના સંગઠનમાં કારોબારી સભ્ય તેમજ મહિલા બાર માં પણ કારોબારી સભ્ય તરીકે મહત્વનું યોગદાન આપી રહ્યા છે. વર્ષોથી ભાજપના ભગવા રંગે રંગાયેલા હિરલબેન ભાજપના ખુબ જ સક્રીય કાર્યકર તરીકે સતત સેવારત છે. રાજકોટ મહાનગરપાલિકા અને રૂૂડામાં રાજકોટ નાગરિક સહકારી બેંકના પેનલ એડવોકેટ તરીકે છેલ્લા 6 વર્ષ સતત કાર્યરત છે.

અજય પીપળિયા
એડવોકેટ અજય પીપળીયા જાણીતા અને ખ્યાતનામ એડવોકેટ છે તથા પટેલ સમાજની વીવીધ સંસ્થાઓ સાથે જોડાઇને સક્રીય કામગીરી બજાવે છે અને ખોડલધામ લીગલ સમીતીના ઉતર ઝોનના ક્ધવીનર છે. વકીલોમા મોટી ચાહના તથા લોકપ્રીયતા ધરાવે છે જેથી રાજકોટ બાર એશોસીએશનમા અનેક વાર કારોબારી સભ્ય તરીકે જંગી બહુમતીથી ચુંટાઈ પોતાની સેવા આપેલ છે તથા રાજકોટ બાર એશોસીએશનની લાયબ્રેરીનુ રીનોવેશન તથા આધુનીકરણ કરવામા મહત્વની ભુમીકા ભજવેલ હતી. હાલ તેઓ રાજકોટ વકીલોના રેવન્યુ બાર, ડીસ્ટ્રીક બાર, યુવા લોયર્સે બાર, એલ.એસ.એફ, વોઈસ ઓફ લોયર્સે જેવા અનેક એશોસીએશન સાથે જોડાયેલા છે

પિયુષ સખિયા
રાજકોટમાં વકિલાતના વ્યવસાયમાં પોતાની આગવી ઓળખ ધરાવનાર પિયુષ સખીયા રેવન્યુ, સીવીલ તથા ક્રિમીનલ ક્ષેત્રે પ્રેકટીસ કરી રહ્યા છે. પિયુષ સખીયા સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પ્રતિષ્ઠીત રાજકોટ બાર એસોસીએશનમાં વર્ષ 2021-22ની ચુંટણીમાં "કારોબારી સભ્ય” પદે જંગી બહુમતીથી ચુંટાયેલ છે તેમજ રાજકોટ બાર એસોસીએશન દ્વારા આયોજીત તમામ કાર્યક્રમોમાં કુનેહપુર્વક પોતાની ફરજ બજાવી સફળતા પુર્વક પાર પાડેલ છે.

શીંગાળા નિતીન કે
રાજકોટમાં વકિલાતના વ્યવસાયમાં પોતાની આગવી ઓળખ ધરાવનાર નિતીન કે. શિંગાળા રાજકોટ બાર એસોસીએશન દ્વારા આયોજીત તમામ કાર્યક્રમોમાં કુનેહપુર્વક પોતાની ફરજ બજાવી સફળતા પુર્વક પાર પાડેલ છે.

ટોપીયા રીતેષ
રાજકોટમાં વકિલાતના વ્યવસાયમાં પોતાની આગવી ઓળખ ધરાવનાર 0 રીતેષ ડી. ટોપીયા બી.કોમ., એલ.એલ.બી., સુધીનો અભ્યાસ કરેલ છે અને રેવન્યુ અને સીવીલ ક્ષેત્રે પ્રેકટીસ કરી રહયા છે.

વિઠ્ઠલાપરા ચેતન
જાણીતા એડવોકેટ ચેતનભાઇ વીઠ્ઠલાપરા 2014 થી વકાલતના વ્યવસાય સાથે જોડાયેલા છે, તેમજ તેઓ, સુપ્રીમ કોર્ટ, ગુજરાત હાઇકોર્ટ, તેમજ ભારતની અન્ય હાઇકોર્ટમાં, તેમજ ભારતની અન્ય કોર્ટમા પોતાના અસીલનો, પક્ષ રાખેલ છે, તેઓ બાહોળું મિત્ર વર્ગ, મિલનસાર સ્વભાવ, હંમેશા જૂનયરોને મદદરૂપ થનાર, તેમજ જીનિયરો કાયદાકીય સાથ, સહકાર માટે હંમેશા તત્પર હોય છે.

કૌશિક પોપટ
એડવોકેટ કૌશિક પોપટ રાજકોટ મુકામે ફોજદારી, સીવિલ, રેવન્યુ, અકસ્માત વળતર ટ્રીબ્યુનલ (ખઅઈઙ), મજુર અદાલત, ગ્રાહક સુરક્ષા, ફેમીલી કોર્ટમાં તેમજ ગુજરાત હાઇકોર્ટમાં વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેઓ ઘણી સામાજીક અને સેવાકીય પ્રવૃત્તીઓ વિવિધ સેવાકીય સંસ્થાઓમાં માનદ સેવાઓ આપે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement