રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બાપુની સાઈકલ સવારી?, અખિલેશ સાથે બેઠક કરી

04:13 PM Sep 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

અમિત શાહ બાદ સ.પા.ના નેતા સાથે મુલાકાતથી નવી અટકળો

ગુજરાતના રાજકારણમાં એક સમયે મહત્વની ભૂમિકા ભજવનાર અને ભાજપ બાદ કોંગ્રેસ અને ખુદના પ્રાદેશિક પક્ષ સહિતની પોલીટીકલ સફર કરનાર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની હાલની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાત ચર્ચાનું કારણ બની રહી હતી તે સમયે તેઓ હવે સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવને મળતા ચર્ચામાં નવો વળાંક આવ્યો છે.

અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે અમિત શાહ સાથેની બેઠક ફકત શુભેચ્છા ગણાવી હતી. તો બીજી તરફ જે રીતે ક્ષત્રિય આંદોલનએ ગુજરાતમાં ભાજપને એક સમયે ચિંતામાં મુકયુ હતુ તેમાં ખાસ કરીને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની આવી રહેલી ચૂંટણીઓમાં આ ફેકટર ફરી સર્જાઇ નહીં તે જોવા ભાજપ આતુર છે.વાઘેલા ભુતકાળમાં શરદ પવાર સાથે પણ જોડાઇ ચૂકયા છે. જયારે તેમની અખિલેશ યાદવ સાથેની મુલાકાત અને તે પણ અમિત શાહ સાથે બેઠક બાદ પણ તે ચર્ચામાં આવી છે.

જયારે ઇન્ડિયા ગઠબંધનની રચના થઇ તે સમયે તેઓએ કોંગ્રેસ અને સમાજવાદી પક્ષ વચ્ચે સંવાદનું માધ્યમ બન્યા હતા અને એવું માનવામાં આવતું હતું કે અખિલેશ તેમના તમામ સંદેશાઓ વાઘેલા મારફત રાહુલને પહોંચાડતા હતા.જયારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી સમયે પણ ભાજપની નજર તેમના પર હતી. સુત્રોના જણાવ્યા મુજબ અખિલેશ યાદવના પિતા મુલાયમસિંહ યાદવ સાથે શંકરસિંહ વાઘેલાને ખુબ અંગત સંબંધ હતા અને તેમના નજીકના સુત્રો આ મુલાકાતને પારિવારિક ગણાવે છે જેમાં ડિમ્પલ યાદવ પણ હાજર હતા.
ખાસ કરીને લોકસભા ચૂંટણીમાં જે રીતે સમાજવાદી ઉતરપ્રદેશમાં ભાજપ માટે ચિંતાની પરિસ્થિતિ બનાવી છે તે પછી આ મુલાકાતને મહત્વની ગણવામાં આવે છે. 2027માં ઉતરપ્રદેશમાં ધારાસભા ચૂંટણી છે તો બીજી તરફ એવો તર્ક થઇ રહ્યો છે કે અખિલેશ યાદવ હવે ગુજરાતમાં પણ સમાજવાદી પક્ષને લોન્ચ કરવા જઇ રહ્યું છે અને તેમાં શંકરસિંહ વાઘેલાની ભૂમિકા હશે.

આમ આદમી પાર્ટી ગુજરાતમાં મહત્વનું વજુદ ધરાવી શકી નથી અને અરવિંદ કેજરીવાલ માટે પણ હવે ગુજરાત પાયોરીટી નથી તે સમયે શંકરસિંહ વાઘેલાએ ઇન્ડિયા ગઠબંધનના માધ્યમથી સમાજવાદી પક્ષને ગુજરાતમાં લાવે તેવી શકયતા નકારાતી નથી. જોકે વાઘેલા હંમેશા પોલીટીકલ પાણીમાં તરંગો રચવા માટે જાણીતા છે અને તેમની દરેક મુલાકાત ચર્ચા જગાવી જાય છે પણ જે રીતે ગુજરાતમાં પ્રથમ વખત ક્ષત્રિય સમાજની તાકાત જોવા મળી છે તે જોતા વાઘેલાની આ ચાલને મહત્વની ગણવામાં આવે છે.

Tags :
Akhilesh yadavgujaratgujarat newspolitical newspoliticla newsPolitics
Advertisement
Next Article
Advertisement