રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

BAPS સ્વામિ. મંદિરે શ્રાવણ માસ નિમિત્તે સંત પારાયણનું વિશેષ આયોજન

04:23 PM Aug 06, 2024 IST | Bhumika
oplus_2
Advertisement
Advertisement

સમગ્ર માસ દરમિયાન વિદ્ધાન સંતોની કથાવાર્તા આધ્યાત્મિક પ્રગતિના સોપાન સર કરાવશે: 20 ઓગસ્ટ સુધી હિંડોળા ઉત્સવ યોજાશે

કાલાવડ રોડ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે શ્રાવણ માસ દરમ્યાન વિવિધ આયોજનો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સવારે 8:00 થી 9:30 દરમ્યાન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પ્રમુખ સ્વામી સભાગૃહ ખાતે સંસ્થાના વિદ્વાન સંતોની કથાવાર્તા આધ્યાત્મિક પ્રગતિના સોપાન સર કરાવશે.
નિત્ય કથા શ્રવણથી સુખ -શાંતિ અને સમૃદ્ધિના રહસ્યોને આત્મસાત કરવા માટે સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન યોજાનાર સંત પારાયણ દરમિયાન વિવિધ વિદ્વાન સંતોના મુખેથી પારાયણનો લાભ મળશે જેમાં હાલ સારંગપુરથી પધારેલ વિદ્વાન સંત અધ્યાત્મ ચિંતન સ્વામી આધ્યાત્મિક માર્ગે ‘આંતરિક સાધના’ વિષયક પારાયણનો લાભ આપી રહ્યા છે જે 12 ઓગસ્ટ સુધી ચાલશે. ત્યારબાદ 13 થી 19 ઓગસ્ટ દરમિયાન સારંગપુરના વિદ્વાન સંત અપૂર્વદ પુરુષ સ્વામી જીવનમાં આવતી વિષમ પરિસ્થિતિઓમાં શાંતિનો રાજમાર્ગ બતાવતા પરમ હિતકારી સંત ‘સંત પરમ હિતકારી’ વિષય પર પારાયણનો લાભ આપશે.

ત્યારબાદ 20 થી 22 ઓગસ્ટ દરમિયાન વિદ્વાન સંત અક્ષરકીર્તિ સ્વામી ‘ગુરુ મળ્યા ગુણવાળા’ વિષય પર પારાયણનો લાભ આપશે.ત્યાર બાદ 23 થી 25 ઓગસ્ટ દરમિયાન વિદ્વાન સંત વિશ્વેશતીર્થ સ્વામી મહંતસ્વામી મહારાજ રચિત ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથ પર પારાયણનો લાભ આપશે. ત્યાર બાદ 26 થી 28 ઓગસ્ટ દરમિયાન વિદ્વાન સંત અમૃતકીર્તન સ્વામી ભગવાન સ્વામિનારાયણે 7 વર્ષ સુધી સમગ્ર ભારતમાં કરેલ કઠોર વન વિચરણ પર ‘શ્રીહરિનું વન વિચરણ’વિષયક પારાયણનો લાભ આપશે.ત્યારબાદ 29થી 31ઓગસ્ટ દરમિયાન વિદ્વાન સંત શ્વેતદર્શન સ્વામી ભગવાન સ્વામિ નારાયણ પ્રબોધિત અક્ષર પુરુષોત્તમ ઉપાસના વિષયક પારાયણનો લાભ આપશે. ત્યારબાદ 1 સપ્ટેમ્બરે વિદ્વાન સંત ઉત્તમપુરુષ સ્વામી ભક્તની ભગવાન પ્રત્યેની શરણાગતિ અભિવ્યક્ત કરતા ‘હોજીમોહે તો તુમ એક આધારા’ વિષય પર પારાયણનો લાભ આપશે.

શ્રાવણ માસના અંતિમ દિવસે 2 સપ્ટેમ્બરે રાજકોટ મંદિરના કોઠારી સંત પૂજતબ્રહ્મતીર્થ સ્વામી પ્રગટ ભગવાનના ગુણોનેઅભિવ્યક્ત કરતા ‘ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના’ વિષય પર પારાયણનો લાભ આપશે. સાથે મંદિરેશ્રાવણ માસ દરમિયાન હિંડોળા ઉત્સવ પણ ચાલી રહ્યો છે જેનો લાભ હજુ આગામી 15 દિવસ સુધી એટલે કે તા.20 ઓગસ્ટ સુધી મળશે. હિંડોળા પર્વ દરમ્યાન ભક્તોને પ્રભુની નિકટમાં આવવાની તક સાંપડે છે. સંતો અને ભક્તો પુષ્પો, રાખડી, મોતી, આભલા, કઠોળ, મોરપીંછ, ચોકલેટ તથા રંગબેરંગી ચોખાઓથી સજજ હિંડોળાની રચના કરે છે અને હિંડોળામાં વિરાજમાન થયેલા ભગવાનને સર્વ હરિભક્તો હેતની દોરીથી હરિવરને હિંચકાવે છે.

ભાવિક ભક્તો આ કલાત્મક હિંડોળાના દર્શન સવારે 7:30 થી બપોરે 12:00, સાંજે 4:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી કરી શકશે.જીવનમાં સદ્દગુણોની સંપ્રાપ્તિ કરાવતું પર્વ એટલે ‘શ્રાવણમાસનું પારાયણપર્વ’. તો આ પારાયણપર્વ અને હિંડોળા ઉત્સવનો લાભ લેવા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના કોઠારી સંત બ્રહ્મતીર્થ સ્વામી અને સંત નિર્દેશક અપૂર્વમુનિ સ્વામીએ રાજકોટની ભાવિક જનતાને હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement