રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખાડા-ખબડા અને રખડતા ઢોરની નગરી ધોરાજીમાં સ્વાગત છે તેવા બેનર લાગ્યા

12:12 PM Aug 23, 2024 IST | Bhumika
oplus_0
Advertisement
Advertisement

ધોરાજી શહેરમાં નબળા રસ્તા અને રખડતા ઢોર ની સમસ્યાને લઈ શહેરીજનોમાં તંત્ર વિરોધ ના સુર ઉઠી રહ્યા છે ત્યારે ધોરાજી શહેરના ગેલેક્સી ચોક સહિત મુખ્ય માર્ગો પર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે ખાડા ખબડા અને રખડતા ઢોરની નગરી ધોરાજી શહેરમાં આપનું સ્વાગત છે. ધોરાજીમાં કોઈપણ પ્રશ્નો મામલે પોસ્ટર વોર જામે છે અગાઉ પણ અનેક વખત પોસ્ટરો લગાવી સમસ્યાનો ઉકેલ લાવવા તંત્રને જણાવ્યું હતું ધોરાજી શહેરના નબળા રોડ રસ્તા મામલે રાજકીય પક્ષો અને સામાજિક આગેવાનો દ્વારા પણ અનેક વખત સંબંધિત તંત્ર સામે રજૂઆત કરવામાં આવી છે પરંતુ લોક રજૂઆત તંત્ર ધ્યાને લેતું ન હોય તેવું લાગી રહ્યું છે ધોરાજી શહેરના મુખ્ય માર્ગો હોય કે મુખ્ય બજારો અને સોસાયટી વિસ્તારોમાં ઢોરો નો જમાવડો સતત દેખાય છે રાહદારીઓ અને વાહન ચાલકો માટે ખાડા ખવડા માંથી બચવું તેમ જ રખડતા ભટકતા ઢોર ના અડીંગા વચ્ચેથી પસાર થવું એ વાહનનું લાયસન્સ મેળવવા જેટલું જ મુશ્કેલ બની રહ્યું છે.

ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે તંત્રને અનેક વખતે રોડ રસ્તા મામલે રજૂઆત કરવામાં આવી છે પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા દ્વારા પણ શોભા યાત્રાના રૂૂટ પર રસ્તા રીપેરીંગ કરવાનું તંત્રને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે આ ઉપરાંત ધોરાજી શહેરમાં પ્રવેશતા તમામ મુખ્ય માર્ગો ની હાલત એકદમ કફોડી છે જ્યાં વાહન ચાલકોએ નીકળવું મુશ્કેલ બની રહ્યું છે સમગ્ર શહેરમાં રખડતા ઢોર અને કુતરાઓનો અંતક વધી રહ્યો છે જેમાં નાના મોટા અકસ્માત પણ સર્જાય છે ત્યારે ઢોરને પુરવા માટે કે કૂતરાઓને ડબ્બામાં પુરવા પાલિકા તંત્ર પાસે કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી અને એ વ્યવસ્થા શરૂૂ કરવા માટે તંત્રની કોઇ તૈયારી હોય તેવું પણ લાગતું નથી ધોરાજીમાં ડહોળા પાણીની સમસ્યા, કચરો અને ગંદકીના ગંજ ઠેર ઠેર પડ્યા રહે છે લોકોના આરોગ્ય સામે પણ તંત્ર દરકાર કરતું નથી તેવામાં તહેવારો આવી રહ્યા છે ત્યારે ધોરાજીમાં રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા અને રસ્તા રીપેર કરવા માટે હાલ લોક માંગણી પ્રવર્તી રહી છે.

તંત્ર ની ઉદાસીનતાને કારણે ધોરાજી શહેરની આબરૂૂ જઈ રહી છે ત્યારે પોસ્ટરો દ્વારા તંત્રની આંખ ઉઘાડવા માટે પ્રયત્નો થયા હોય તે વ્યાજબી છે અને રોડ રસ્તા તેમ જ રખડતા ઢોર મામલે સત્વરે કાર્યવાહી નહીં થાય તો ના છૂટકે આંદોલન આત્મક કાર્યક્રમો આપવા ફરજ પડશે.

Tags :
cattleDhoraji newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement